ન્યુ દિલ્હી,તા.૨૫
દેશની પેટ્રોલ કંપનીઓએ પહેલી વખત દેશભરમાં નવા પેટ્રોલપંપના ૬૫૦૦૦ લાઈસન્સ આપવાનુ નક્કી કર્યુ છે.આ માટે કંપનીઓએ અરજીઓ મંગાવી છે. જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ છે તે રાજ્યોમાં પાછળથી જાહેરાત થશે. આ ૬૫૦૦૦ લાઈસન્સ આપ્યા બાદ ત્રણ વર્ષમાં પેટ્રોલ પંપ ખુલશે.
એક અંદાજ એવો છે કે આ નવા પેટ્રોલ પંપ ખુલવાના કારણે પાંચ લાખ લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. એક ડેટા પ્રમાણે હાલમાં ભારતમાં ૬૨૫૮૫ પેટ્રોલ પંપ છે.જેમાં ૬૦૦૦ પેટ્રોલ પંપ પ્રાઈવેટ કંપનીઓના છે.બીજી તરફ દેશમાં ફ્યુલની માંગમાં વધારો થઈ રહ્યો છે.ચાર વર્ષથી ઓઈલ કંપનીઓને વિસ્તરણ માટે મંજૂરી મળી નથી.
પેટ્રોલ પંપ ખોલવા માટે સ્ટેટ કે નેશનલ હાઈવે પર ૧૨૦૦ થી ૧૬૦૦ સ્કેવર મીટર અથવા શહેરમાં ૮૦૦ સ્કવેર મીટર જમીન હોવી જરુરી છે.જમીન પોતાની કે લીઝ પર હોવી જાઈએ.એપ્લાય કરનારની વય ૨૧ થી ૬૦ વર્ષની હોવી જાઈએ.
સિકિયુંરિી ડિપોઝીટ પેટે કંપનીઓ ૨૫ લાખ રુપિયા લેતી હોય છે.આ સીવાય બીજા ખર્ચા પણ પેટ્રોલ પંપ માલિકે કરવા પડતા હોય છે.આમ એક પેટ્રોલ પંપ પાછળ એકાદ કરોડનુ ઈન્વેસ્ટમેન્ટ થાય છે. જાકે હવે સરકારે નવા નિયમો બનાવી પેટ્રોલ પંપનુ લાઈસન્સ મેળવવાનુ આસાન બનાવ્યુ છે.જેમ કે તમારી પાસે જમીન ના હોય તો પણ તમે લાઈસન્સ માંગી શકો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





