મનીલા,તા.૧૬
શક્તિશાળી તોફાન મંગખુતે ફિલીપાઇન્સમાં જારદાર તબાહી મચાઇ છે. વાવાઝોડું અને મૂશળધાર વરસાદની સાથે આવેલા આ તોફાનને કારણે ભૂસ્ખલન અને મકાન પડવાની ઘટનાઓમાં મરનાર લોકોની સંખ્યા હવે વધીને ૨૫ થઇ ગઇ છે, જ્યારે કેટલાક ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત ઘણા લોકો ગુમ થઇ ગયા છે.
ઉત્તર ફિલીપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે તોફાન રવિવારે હોંગકોંગ અને દક્ષિણ ચીનની તરફ આગળ વધી રહ્યુ છે. દુનિયામાં આ વર્ષનું શક્તિશાળી તોફાન છે. આ તોફાનના રસ્તામાં ૫૦ લાખથી વધારે લોકો છે.
તોફાનના કારણે ચીન અને ફિલીપાઇન્સની વચ્ચે ચીનના વિદેશમંત્રી વાંગ યી ની યાત્રા ટળવાની સહમતિ બની છે. તોફાનને કારણએ આશરે ૧૫૦ ફ્લાઇટ રદ કરવી પડી હતી અને સાથે જ દરિયાઇ માર્ગથી પણ યાત્રા બંધ કરવી પડી.
જા કે મંગખુત થોડું નબળું પડ્યું છે, પરંતુ એની અસર હજુ પણ પ્રચંડ છે. આ એની સાથે વાવાઝોડું અને વરસાદ લઇને આવી રહ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





