પ્રિયંકાએ ભાવિ પતિ નિક જોનાસનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો

0
12

ન્યૂયોર્ક,તા.૧૬
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના ભાવિ પતિ અને હોલીવુડ સિંગર નિક જોનાસના ૨૬માં જન્મદિવસે તેના માટે એક સરપ્રાઇઝ પાર્ટી પ્લાન કરી હતી. પ્રિયંકાએ નિકનો જન્મ દિવસ ખૂબજ જોરશોરથી સેલિબ્રેટ કર્યો. આ સેલિબ્રેશનની તસવીરો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નિકે પોતાનો ૨૬મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. તસવીરમાં પ્રિયંકા અને નિક સાથે તેમના અનેક મિત્રો જોવા મળી રહ્યાં છે. તસવીરમાં નિક અને પ્રિયંકાના મિત્રો સાથે નિકનો ભાઇ જો જાનાસ અને તેની ભાવિ પત્ની સોફી ટર્નર પણ જોવા મળી રહી છે.
પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નિકની તસવીર શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખીય છે કે નિક પહેલાં ક્લીન શેવમાં જોવા મળતો હતો પરંતુ તાજેતરની તસવીરમાં તે મૂછો સાથે જોવા મળ્યો હતો. નિક આ નવા લુકમાં ખૂબ જ હેન્ડસમ અને મેચ્યોર લાગી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અઠવાડિયાઓ પહેલાં જ જેમની સગાઈ થઈ તે અમેરિકન સિંગર નિક જોનાસ અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા ની લવસ્ટોરી ગાયકે એક ચેટ શો માં કહી હતી.નિક કહે છે કે હું અને પ્રિયંકા એક કોમન ફ્રેંડ દ્વારા એકબીજાને મળ્યા હતા. ત્યારે અમારી વચ્ચે કોઈ જ કોંટેક્ટ ન હતો. ત્યારબાદ અમે મેટાગાલા ૨૦૧૭માં એકબીજાને મળ્યા હતા. પણ ત્યારે પણ અમારો કોઈ જ પરિચય ન હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY