રોહતક,તા.૧૬
દેશની જાણીતી મ્યુઝીક કંપની સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ (ટી-સિરિઝ)એ વિડિયો આલબ્મના બેકગ્રાઉન્ડમાં પોતાના ગાયનોના ઉપયોગને કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કંપનીએ હરિયાણા, પંજાબ, ગુજરાત, ઝારખંડ અને દિલ્હીમાં ૧૦૦થી વધુ ફોટોગ્રાફર્સ પર કોપીરાઈટ એક્ટ અંતર્ગત કેસ કર્યા છે. છેલ્લા બે મહિનાની અંદર હરિયાણામાં ૩૦ ફોટોગ્રાફર્સને નોટીસ આપવામાં આવી છે. તેના વિરોધ પ્રદર્શનમાં ૫૦ હજારથી વધુ ફોટોગ્રાફર્સ ઉતરી આવ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી ફોટોગ્રાફીના બિઝનેસને અસર થશે અથવા તો પછી આલ્બમનો ભાવ વધશે.
હરિયાણા ફોટોગ્રાફર સંધના પ્રદેશાધ્યક્ષ પરવેશ કુમાર અને રોહતકના સંયોજક સંજીવ ઢલે જણાવ્યું કે તે ગાયનોનો વ્યવસાયિક પ્રયોગ કરતા નથી. હવે લગ્નનો આલબમ બનાવવા માટે જે લોકો આવી રહ્યાં તેમની પાસેથી શપથપત્ર લેવામાં આવે છે કે તે પોતાના આલબમને સોશિયલ મિડિયા પર અપલોડ નહીં કરે. અને તેનો પ્રોફેશનલ ઉપયોગ પણ નહિ કરે. જા આ રીતે તમામ કંપનીઓના લાઈસન્સ લેવા પડશે તો દુકાન બંધ કરવી પડશે. તેના વિરોધમાં રોહતકમાં બે દિવસ પહેલા સમગ્ર પ્રદેશના ફોટોગ્રાફર્સે પ્રદર્શન પણ કર્યું હતું.
ટી-સીરીઝના એન્ટી પાયરેસી મેનેજર વિપિન કુમારે જણાવ્યું છે કે કંપનીએ લાયસન્સ વગર તેના ગાયનોને વાપરવા બદલ હરિયાણાના રોહતકમાં એક અને પંજાબમાં ૩ કેસ કર્યા છે. સમગ્ર દેશમાં લગભગ ૧૦૦ ફોટોગ્રાફર્સ પર કેસ કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




