હરિયાણા,તા.૧૬
‘બિગ બાસ’ની એક્સ કંટેસ્ટેંટ અને હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીનાં કાર્યક્રમમાં જારદાર બબાલ થઈ છે. ગુરૂવાર રાત્રે છઠનાં અવસર પર બિહારમાં તેનો પ્રોગ્રામ હતો. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા, પરંતુ કાર્યક્રમમાં હંગામો થયો હતો. એકબીજા પર ખુરશીઓ ફેંકવામાં આવી હતી.
આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, તો ઘણા લોકો ઘાયલ થયા છે. સપનાનો કાર્યક્રમ બિહારનાં બેગૂસરાયમાં ચાલી રહ્યો હતો. તે ૧૧માં ભરૌલ છઠ અવસર પર પરફાર્મ કરવા માટે સુદેશ ભોસલે અને હંસ રાજ હંસ જેવા કલાકારો સાથે પહોંચી હતી.
મોડી રાત્રે જ્યારે ૧૨ વાગ્યે સપના સ્ટેજ પર પહોંચી, તો દર્શકો વચ્ચે ભાગદોડીની સ્થિતિ સર્જાઈ હતી. સપના ચૌધરીને નજીકથી જાવા માટે લોકો સ્ટેજ સુધી પહોંચવા પડાપડી કરવા લાગ્યા હતા. આ દરમિયાન ખુરશીઓ ફેંકવામાં આવી હતી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમમાં ૫૦ હજારથી વધારે લોકો પહોંચ્યા હતા. લોકોની ભાગાદોડી વચ્ચે સપના ચૌધરીએ ૨ ગીત ગાયા હતા, પરંતુ સ્થિતિ કાબૂમાં ન થતા આયોજકોએ કાર્યક્રમને ત્યાં જ પૂર્ણ કરી દીધો હતો. ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
કાર્યક્રમમાં પોલીસે કરેલા લાઠીચાર્જમાં ૧ ડઝનથી વધારે લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે મૃતક યુવાનનું નામ સાજન કુમાર છે અને તે બડિયાનો રહેવાસી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




