ઉત્તરપ્રદેશમાં ઝેરી દૂધ પીવાના કારણે એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

0
19

પિલિભિત,તા.૮
ઉત્તરપ્રદેશમાં કથિતરૂપે ઝેરી દૂધ પીવાના કારણે એક જ પરિવારના પાંચ સભ્યોના મૃત્યુ થયા હોવાનુ સામે આવ્યું છે. આ ઘટના પિલિભિત જિલ્લામાં ઘટી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મૃતકોના પરિવારજનોનું માનીયે તો આ મૃત્યુ કોઈ ‘ઝેરી પદાર્થ’ ખાવાના કારણે થયું છે. પોલીસ આ મૃત્યુ પાછળ ઝેરી દૂધ જાવાનું કારણ બતાવે છે.
આ ઘટનાથી પીલભીતના જહાંનાબાદના લોકો સ્તબ્ધ છે. કહેવાય છે કે પીડિતોએ રાત્રે દૂધ પીધું હતું અને સવારે તેમના મૃતદેહ મળ્યા. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી. પ્રારંભિક તપાસના અંતે એવું સામે આવ્યું હતું કે દૂધમાં ઝેર હતું જેના લીધે આ બધાના મૃત્યુ થયા. આ પ્રકારની વાત પોલીસ અધિક્ષક બાલેન્દુ ભૂષણે જણાવી હતી.
જે વધુ માહિતી રહી છે તે અનુસાર પીડિત પરિવારનો જમીન અંગેનો કોઈ ઝગડો ચાલતો હતો. આ મુદ્દે મૃતકના પરિવારના સભ્યોની પણ પૂછપરછ થઇ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY