પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરી બળીને ખાક

0
13

ભરુચ,તા.૨૬
ભરૂચમાં પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આમોદમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો. તો આગની લપેટમાં સમગ્ર ફેક્ટરી બળીને ખાખ થઈ છે.
જા કે, સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. તો આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યું નથી. ઘટનાના પગલે ફાયર વિભાગની પાંચ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર, આજરોજ ભરૂચમાં આવેલ પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં આગ લાગતા કામ કરી રહેલા લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો.
આ ઘટનાને પગલે અફરા તફરી પણ મચી જવા પામી હતી. જા કે, સમગ્ર ઘટના અંગેની જાણકારી નજીકના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ફેક્ટરીમાં આગ કેવી રીતે આગ લાગી તે અંગે તપાસ હાથ ધરી હતી. જા કે, સદનસીબે આગને પગલે કોઇ જાનહાની થવા પામી નહોંતી અને ક્યાં કારણોસર આગ લાગી તે પણ જાણી શકાયું નહોતું. આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY