વિપક્ષમાં હતા ત્યારે ગંગાની ચિંતા કરી, પી.એમ. બનતા મોદીનાં સુર બદલાયા

0
96
New Delhi: Prime Minister Narendra Modi addresses at the silver jubilee celebration of National Human Right Commission, in New Delhi, Friday, Oct 12, 2018. (PTI Photo/Atul Yadav) (PTI10_12_2018_1000102B)

ન્યુ દિલ્હી,તા.૧૪
ગંગા સફાઈ માટે નમામી ગંગા પ્રોજેક્ટની જાહેરાત કરનારી સરકારે છેલ્લા બે વર્ષમાં કોઈ બેઠક કરી નથી. ગાયની જેમ ગંગા હમેશા રાજકારણનો મુદો બનતી આવી છે. ગંગા માટે મગરમચ્છના આસુ સારતી સરકારે અવિરત ગંગા સફાઈના કથીત દાવા કર્યા છે. ગંગા માટે બલિદાન આપનારા સ્વામી સાનંદનો આરોપ હતો કે વિપક્ષમાં હતા ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનતા તેમના સુર બદલાઈ ગયા. વિપક્ષમાં હતા ત્યારે તેમણે હમેશા ગંગાની ચિંતા કરી. એવુ નથી કે, પીએમ મોદી સ્વામી સાનંદને નહોતા ઓળખતા. તેમને મોદી સરકારના તમામ મંત્રીઓ સારી રીતે ઓળખતા હતા.
૨૦૧૨માં અનંશન કરી રહેલા સ્વામી સાનંદ માટે નરેન્દ્ર મોદીએ ૨૦ માર્ચ, ૨૦૧૨માં એક ટિવટ પણ કર્યુ હતું. નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે સ્વામી સાંનદનાં સ્વાસ્થ માટે પ્રાથના કરૂ છું અને કેન્દ્ર સરકારલ ગંગા માટે પગલા કે એવી પણ આશા રાખુ છું. સ્વામી સાનંદને આશા હતી કે, ગંગાને ૨૦૧૪માં ચૂંટણીનો મુદો બનાવનાર પીએમ મોદી ગંગા માટે ઠોસ પગલા ભરશે. પરંતુ એમાનું કોઈ કામ પુરતા પ્રમાણમાં થયું નથી.
પીએમ મોદીએ સત્તામાં આવ્યા બાદ મા ગંગાની આરતી પણ ઉતારી હતી. અને ગંગાની સફાઈ માટે મે, ૨૦૧૫માં સરકારે નામામી ગંગે પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેના માટે ૨૦ હજાર કરોડની ફાળવણી પણ કરવામા આવી હતી ગંગા સફાઈ માટે અભિયાન ચલાવતી સરકાર ગંગાની સફાઈ કરવામાં નિષ્ફળ ગઈ છે. આજે પીએમ મોદીના ભાષણાં પણ મા ગંગા સુકાઈ રહી છે. ભાષણમાં સુકાઈ ગયેલી ગંગા હવે વધારે ગંદકીથી ખદબદી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY