મારે ભીડ એકઠી નથી કરવી, લોકો યોગ્તાનાં આધારે અમેરિકા આવશે તો ગમશેઃ ટ્રમ્પ

0
9

વાશિંગ્ટન,તા.૧૪
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુછે કે તેઓ ચાહે છે કે યોગ્ય અને મદદ કરી શકનારા લોકો તેમના દેશમાં આવે અને કોઈપણ વ્યકિત ગેરકાયદેસર રીતે સીમામાં ઘૂસણખોરી કરે નહીં. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ખાતે કહ્યુ છે કે તેઓ સરહદો પર ઘણાં કડક છે. લોકો અમેરિકામાં કાયદેસર રીતે આવે. લોકો યોગ્યતાના આધારે અમેરિકામાં આવે.
ગેરકાયદેસર ઈમિગ્રાન્ટ્‌સના મુદ્દાઓ પર પુછવામાં આવેલા સવાલોના જવાબમાં ટ્રમ્પે ભારપૂર્વક કહ્યુ છે કે તેઓ ચાહે છે કે અમેરિકામાં ઘણાં લોકો આવે. પણ યોગ્યતાના આધારે અમેરિકામાં ફરીથી સારી કાર કંપનીઓ આવી રહી છે. ગત ૩૫ વર્ષોમાં આવું થયું નથી. ફોક્સકોન જેવી કંપનીઓ છે. આ કંપની વિસ્કોન્સિનમાં વિશાળ પ્લાન્ટ લગાવવાની છે. ટ્રમ્પે કહ્યુછે કે તેઓ ચાહે છે કે લોકો આવે. પરંતુ તેઓ ચાહે છે કે યોગ્યતાને આધારે આવેલા લોકો અમેરિકાને મદદ કરે એ ઘણું મહત્વપૂર્ણ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY