રાષ્ટ્રીય સ્તરની જીમનાસ્ટ સંયમનાં માર્ગે, દીક્ષા લેશે

0
6

સુરત,તા.૨૯
વધુ એક સુરતના રહેવાસી પરિવારની દીકરી પુજા શાહ સંસારની મોહમાયા છોડીને સંન્યાસ લેવા જઈ રહી છે. સુરતની પુજા શાહ નેશનલ લેવલની જીમનાસ્ટ ખેલાડી છે. તેને અનેક ખ્યાતિઓ મેળવી છે. પુજા હાલ માસ્ટર્સ ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, જે આગામી ૧૪મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લેવાની છે.
આ અંગે પુજા શાહે જણાવ્યું હતું કે, મને સંયમ માર્ગ જ સાચો લાગે છે. મારા ગુરુજનોએ મને સંસારથી સંયમના માર્ગમાં શું છે તેના વિશે સાચું માર્ગદર્શન સમજાવ્યું છે. હું છેલ્લા ૨૨ વર્ષથી સંસારના માર્ગે હતી, પરંતુ મને સંસાર કરતા સંયમનો માર્ગ વધારે સારો લાગ્યો અને તેમાં મને શ્રદ્ધા છે. આ માર્ગ પ્રભુએ બતાવેલો માર્ગ છે. હું આ માર્ગ પર મારા આત્માનું કલ્પાણ કરી શકીશ. અન્ય કોઇ માર્ગમાં મને મારા આત્માનું કલ્યાણ દેખાતું નથી. તમને જણાવી દઇએ કે, પુજાએ જે માર્ગ પસંદ કર્યો છે, તેનાથી તેના માતા-પિતા મહંતઅંશે ખુશ છે. તેમને પોતાની દીકરીને જે માર્ગે જઇ રહી છે, તેને આર્શીવાદ આપ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY