પીએમ મોદી પાસે ૫૦૦૦૦ની રોકડ, કુલ સંપત્તિ ૨.૨૮ કરોડ

0
42

ન્યુ દિલ્હી,તા.૧૮
વડાપ્રધાન કાર્યાલય તરફથી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંપત્તિ અંગેની વિગતો જાહેર કરવામાં આવી છે. જે પ્રમાણે હાલમાં પીએમ મોદી પાસે ૫૦૦૦૦ રુપિયા જ કેશ છે.ગત વર્ષે પીએમ પાસે દોઢ લાખની રોકડ રકમ હતી.જે હવે ઘટી ગઈ છે.
જાકે વડાપ્રધાનની કુલ સંપત્તિ ૨.૨૮ કરોડ રુપિયા છે.જેમાં ૧.૨૮ કરોડની સ્થાવર જંગમ પ્રોપર્ટી ગાંધીનગરમાં છે.૨૦૦૨માં પીએમ દ્વારા ગાંધીનગરમાં ૩૫૩૧ સ્કેવરફૂટનો પ્લોટ એક લાખ રુપિયામાં ખીદવામાં આવ્યો હતો.
પીએમનુ ગાંધીનગર એસબીઆઈ બ્રાન્ચમાં એક એકાઉ્‌ન્ટ છે.જેમાં ૧૧.૨૯ લાખ રુપિયા જમા છે.જ્યારે તેમની કુલ એફડી ૧.૦૭ કરોડ રુપિયાની છે.તેમની પાસે ૨૦૦૦૦ રુપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ છે.આ સીવાય ૫.૧૮ લાખ રુપિયા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ૧.૫૯ લાખ રુપિયા એલઆઈસીની પોલીસીમાં રોક્્યા છે.
પીએમ મોદી પાસે સોનાની ચાર અંગૂઠી છે. જેનુ વજન ૪૫ ગ્રામ છે અને તેની કિંમત ૧.૩૮ લાખ રપિયા છે.
તેમની પાસે કોઈ પણ પ્રકારનુ વાહન નથી. જાકે પીએમ બન્યા બાદ મોદીએ સોનુ પણ ખરીદયુ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY