કાંગ્રેસે પીએમ મોદીનો જૂનો વીડિયો દેખાડી પૂછયું – ભાગેડુ મસ્ત, રૂપિયો ધ્વસ્ત કેમ?

0
90

ન્યુ દિલ્હી,તા.૨૯
સ્વિસ બેન્કમાં ભારતીયોની જમા રકમમાં રેકોર્ડ વધારો થયા બાદ કાંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કાંગ્રેસે શુક્રવારના રોજ એક વીડિયો રજૂ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાના પર લીધું. આ વીડિયો નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનતા પહેલાનું છે, જેમાં તેઓ કહી રહ્યાં છે કે કેવી રીતે ડોલરની સરખામણીમાં રૂપિયો તૂટી રહ્યો છે અને આ તમામ કેન્દ્રની ભ્રષ્ટ સરકારના લીધે થઇ રહ્યુ છે.
કાંગ્રેસ નેતા આરપીએન સિંહે કહ્યુ કે જ્યારે નરેન્દ્ર મોદી વિપક્ષમાં હતા, ત્યારે તેઓ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની મજાક ઉડાવતા હતા, શું આપણે પણ હવે આમ જ કરવું જાઇએ. તેમણે કહ્યુ પ્રચાર દરમ્યાન તેમણે ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ સત્તામાં આવ્યા તો તે જુમલો બની ગયો.
તેમણે કહ્યુ કે સ્વિસ બેન્કના જે આંકડા આવ્યા છે તેઓ ઇતિહાસમાં સૌથી વધુ વધારો થયો છે. તેમણે કહ્યુ કે ૭૦૦૦૦ કરોડ રૂપિયા દેશના પૈસા લઇ ભાગી ગયો અને પીએમ ભ્રષ્ટાચારની વાતો કરે છે. તેમણે કહ્યુ કે જેમણે ચોકીદારીની વાત કરી હતી, તેની ચોકીદારીમાં દેશની શું સ્થિતિ છે એ સૌને માલૂમ થઇ ચૂકયું છે.
કાંગ્રેસે કહ્યુ કે દ્ગઁછ ૧૦ લાખ કરોડ સુધી ગઇ ગઇ છે અને રિઝર્વ બેન્કનો રિપોર્ટ જાતા આવતા વર્ષે ૧૫ લાખ કરોડ થઇ જશે. કાંગ્રેસ નેતા બોલ્યા કે આજે દેશ તડપી રહ્યો છે. બેન્કોની સ્થિતિ ખરાબ છે. દેશને જે ભાગેડુ છે તેમના વડાપ્રધાન સાથે સંબંધ છે. નીરવ મોદી પીએમની સાથે ફોટો ખેંચાવે છે. માલ્યા એક બાજુ સંસદમાં હરતા ફરતા ભાગી જાય છે તો સરકારે બતાવું જાઇએ કે તેમની શું ઇચ્છા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY