વડાપ્રધાને શિરડીમાં સાંઈબાબાની સમાધિને ૧૦૦ વર્ષ થવાના પ્રસંગે ઉપસ્થિત રહ્યા સરકારનું ૨૦૨૨ સુધી બધાને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય : મોદી

0
10

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું,પુરોગામી સરકારનો લક્ષ્ય ફક્ત એક પરિવારનો પ્રચાર કરવાનો હતો
શિરડી,તા.૧૯
શિરડીના સાંઈબાબાએ સમાધિ લીધાને આજે ૧૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આ ખાસ અવસર પર શિરડીમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ કાર્યક્રમમાં હાજરી આપવા શિરડીના સાંઇબાબા મંદિરે પહોંચી ગયા હતા અને તેમણે મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે સાંઇ શતાબ્દી પર પીએમ મોદીએ ચાંદીનો સ્પેશિયલ સિક્કો જારી કર્યો હતો. પીએમ મોદીએ મંદિરમાં ખાસ ધજા લહેરાવી હતી. વડાપ્રધાન મોદી શિરડીમાં ૧૫૯ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા શૈક્ષેણિક ભવન, તાર ઘર, મોમ સંગ્રહાલય, સાઈ ઉદ્યાન અને થીમ પાર્ક સહિત પ્રમુખ પ્રોજેક્ટનું ભૂમિપુજન કર્યું.
આ પ્રસંગે તેમણે કહ્યું કે શિરડી મહાપુરુષોની ભૂમિ છે. સાંઇબાબાએ સમાજ માટે કામ કર્યું છે. પીએમ મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ ઉપર ભારે કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું કે, પ્રયત્નો પહેલા પણ થયા છે પરંતુ દુર્ભાગ્યથી તેમનું લક્ષ્ય ગરીબોના ઘરને જાઇને સશક્ત કરવાના બદલે એક વિશેષ પરિવારના નામનો પ્રચાર કરવામાં વધારે રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે શિરડીના કણ-કણમાં સાંઇના મંત્ર, તેમની સીખ છે. જનસેવા, ત્યાગ અને તપસ્યાની વાત આવે છે ત્યારે શિરડીનું ઉદાહરણ આપવામાં આવે છે. શિરડી તાત્યા પાટીલની નગરી છે. દાદા કોતે પાટીલ, માધવરાવ દેશપાંડે, મ્હાલસાપતી જેવા મહાપુરુષોની ધરતી છે. કાશીરામ શિંપી, આપ્પા જાગલે અને સાંઇબાબાની અંતિમ સેવા કરતા રહ્યા છે. કોડાજી, ગબાજી અને તુકારામને પણ કોઇ ભુલાવી ન શકે. આ પાવન ધરાને પણ મહાન સપુતોને હું નમન કરું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાંઇનો મંત્ર સબકા માલિક એક છે. સાંઇના આ ચાર શબ્દો સમાજને એક કરવાનું સુત્રવાક્્ય બની ગયું છે. સાંઇ સમાજના હતા અને સમાજ સાંઇનો હતા.
આ પ્રસંગે પીએમ મોદીએ વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરોની ચાવીઓ પણ સોંપી હતી. અને કહ્યું હતું કે, મને ખુશી થાય છે કે દશેરાના પાવન અવસર ઉપર મને અઢી લાખ ભાઇ-બહેનોને પોતાના સપનાનું ઘર મળ્યું છે. મારા એ ભાઇ બહેન જેના માટે પોતાનું ઘર, હંમેશા સપનું જ રહ્યુ છે. આપણા આ વિશાળ પરિવાસના સભ્યોને એક સાથે ગૃહ પ્રવેશ કરાવવનું સૌથી મોટી વાત છે આપણા ગરીબ ભાઇ બહેનોની સેવાથી મોટી દશેરાની પૂજા બીજી કોઇ ન હોઇ શકે.
તેમણે કહ્યું કે, પોતાનું ઘર જીવનને સરળ બનાવી દે છે. ગરીબીથી લડવા માટે નવો ઉત્સાહ ઊભો કરે છે. આને જ ધ્યાનમાં રાખીને સરકારે ૨૦૨૨ સુધી દેશના બેઘર ગરીબ પરિવારને પોતાનું ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. મને ખુશી છે કે, આશરે અડધો રસ્તા અમે પુરો કરી ચુક્્યા છીએ. ગરીબ કે મધ્યમ વર્ગના પરિવાર ગત ચાર વર્ષોથી ઝૂંપડીથી, ભાડાના મકાનથી નીકળીને પોતાના ઘર આપવા તરફ સરકારે ગંભીર પ્રયત્નો કર્યા છે.
કોંગ્રેસ ઉપર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે કોશિશ પેહલા થતી હતી પરંતુ દુર્ભાગ્યથી તેમનુ લક્ષ્ય કરીબોને ઘર આપીને સશક્ત બનાવવાના બદલે એક વિશેષ પરિવારના નામનો પ્રચાર કરવાનું વધારે છે. ઘર સારું હોય તેમાં શૌચાલય હોય, વીજળી હોય, પાણી, ગેસ કનેક્શન હોય આના ઉપર ક્્યારે ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યારે કોઇપણ યોજનાના મૂળમાં રાજનીતિક સ્વાર્થ સિવાય ગરીબના કલ્યાણ હોય, તેમના જીવનને સરળ બનાવવાની પ્રેરણા હોય ત્યારે કામની ઝડપ ક્યારે વધે છે તે આજે દેશ સામે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY