પીએમ મોદીની સાઉદી અરબના પ્રિન્સ સાથે મુલાકાત, આગામી વર્ષોમાં કરશે મોટુ રોકાણ

0
9

જી-૨૦ સંમ્મેલન
ન્યુ દિલ્હી,તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-૨૦ સમિટમાં સામેલ થવા આર્જેન્ટિના પહોંચ્યા છે. પીએમ મોદીએ અહીં શાંતિ માટે યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીએ કહ્યું કે આર્જેન્ટિનાની ટીમને હોકી વિશ્વકપની પ્રથમ મેચ જીતવા બદલ અભિનંદન પાઠવું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં જી-૨૦ શિખર સંમેલન પહેલા સઉદી અરબના વલી અહદ (ક્રાઉન પ્રિન્સ) મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી.
બંને વચ્ચે આર્થિક, સાંસ્કૃતિક અને ઉર્જા સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી. બંને પક્ષોએ પ્રોદ્યોગિકી, નવીકરણીય ઉર્જા અને ખાદ્ય સુરક્ષામાં રોકાણ વધારવા મુદ્દે ચર્ચા કરાઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર જણાવ્યું કે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ સાથે અર્થપૂર્ણ વાતચીત થઇ.
અમે ભારત-સાઉદી અરબના સંબંધોના અનેક પહેલુઓ અને આર્થિક, સાંસ્કૃતિક અને ઉર્જા સંબંધોને વધારવાના ઉપાયો પર ચર્ચા કરી.
જા કે પીએમ મોદી અને સાઉદી પ્રિન્સની મુલાકાત અંગે જાણકારી આપતા વિદેશ સચિવે જણાવ્યું કે આ મુલાકાત બાદ દેશમાં આગામી બે-ત્રણ વર્ષમાં સાઉદી તરફથી રોકાણમાં વધારો કરવામાં આવશે.વિદેશ સચિવે જણાવ્યું કે સાઉદી અરબ દેશ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરશે તેની સાતે ટેકનીક, કૃષિ અને ઉર્જા ક્ષેત્રમાં પણ રોકાણ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY