ઉત્તરપ્રદેશના મદરેસામાં ડ્રેસકોડની તૈયારીઓ શરૂ

0
32

લખનૌ, તા.૩
ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર બન્યા બાદ મદરેસાને લઇને સતત ચર્ચા થતી રહી છે. નવા મામલામાં ઉત્તરપ્રદેશ સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી મોહસીન રજાએ મદરેસામાં કોમન ડ્રેસ કોડની વાત કરી છે. અત્રે નોંધનીય છે કે, હજુ સુધી મદરેસામાં કોઇ ડ્રેસકોડ લાગૂ નથી. તેમણે કહ્યું છે કે, મદરેસાઓના બાળકોને પણ મુખ્ય પ્રવાહ સાથે જાડવામાં આવશે જેના પરિણામ સ્વરુપે અમે એનસીઈઆરટીના પુસ્તકો લાગૂ કરી ચુક્યા છે. ધાર્મિક શિક્ષણની સાથે સાથે મદરેસાના બાળકો સામાજિક શિક્ષણ મેળવે તે પણ જરૂરી છે. આગામી દિવસોમાં આને લઇને હોબાળો થાય તેવી શક્યતા છે. મદરેસામાં થનાર અભ્યાસના સંદર્ભમાં અભ્યાસક્રમમાં પણ ઉત્તરપ્રદેશ સરકાર પહેલાથી જ મોટા ફેરફારો કરી ચુકી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY