ભારતીય નેવી બની વધુ શકિતશાળી, દરિયાના ઊંડા પાણીમાં જઈને કરી શકશે બચાવ કાર્ય

0
11

મુંબઈ,તા.૧૭
ભારતીય નેવીના કાફલામાં હાલમાં જ સામેલ થયેલી ડીએસઆરવીના પહેલા સફળ પરીક્ષણની સાથે જ સેનાની બચાવ ક્ષમતામાં એક નવો અધ્યાય જાડાઈ ગયો છે. DSRV ઊંડા પાણીમાં બચાવ કાર્ય કરવામાં અત્યંત સક્ષમ વાહન છે. હવે ભારતીય નેવી ઊંડા પાણીમાં ઉતરીને પણ બચાવ કાર્ય કરવામનાં પહેલા કરતા વધુ સક્ષમ બની છે.
નેવી તરફથી મંગળવારે મોડી રાતે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જે મુજબ પશ્ચિમી નેવી કમને અહીં DSRV નું પરીક્ષણ કર્યું. તેનાથી ભારતીય સમુદ્રી સરહદમાં ‘સૌથી ઊંડા પાણીમાં ઉતરનારા માનવયુક્ત વાહનનો રેકોર્ડ’ બનાવ્યો. નિવેદનમાં કહેવાયું કે ચાલક
દળના ૩ સભ્યો સાથે કામ કકરનારી DSRV કોઈ સબમરીનમાંથી એક જ વખતમાં ૧૪ લોકોને બચાવી શકે છે.
નેવીના નિવેદન મુજબ ૧૫ ઓક્ટોબરના રોજ DSRV એ ૩૦૦ ફૂટથી વધુ ઊંડા પાણીમાં એક સબમરીન સાથે સંપર્ક બનાવ્યો અને તેના કર્મીઓને બચાવ વાહનમાં સ્થળાંતરિત કર્યાં. તેમનું કહેવું છે કે આ પરીક્ષણ સમુદ્રની અંદર સંકટમાં ફસાયેલી સબમરીનના લોકોને બચાવવાની DSRV ની ક્ષમતાને સાબિત કરે છે અને તેનાથી ભારતીય નેવીને એક મહત્વપૂર્ણ સામર્થ્ય હાંસલ થયું છે.
નેવીના નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે પરીક્ષણો દરમિયાન DSRV એ ૬૬૬ મીટરની ઊંડાઈ સુધી સફળતાપૂર્વક ડૂબકી લગાવી. જે ભારતીય સમુદ્રી સરહદમાં માનવ સંચાલિત વાહન દ્વારા સૌથી વધુ ઊંડાઈમાં ડૂબકી લગાવવાનો રેકોર્ડ છે. DSRV એ ૭૫૦ મીટરથી પણ વધુ ઊંડાઈમાં ઇર્ંફ (રિમોટ સંચાલિત વાહન)ને પણ ઓપરેટ કર્યું અને ૬૫૦ મીટરથી વધુની ઊંડાઈમાં સોનારનો પ્રયોગ કર્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY