અંતરિક્ષમાં પણ ચાલશે વડાપ્રધાન મોદીનું સ્વચ્છતા અભિયાન

0
51

બ્રિટન,તા.૨૪
ગંદકી અને કચરો ફક્ત આપણા શેરી-મહોલ્લામાં જ નથી, પરંતુ અંતરિક્ષમાં પણ થાય છે. જે રીતે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા મિશનની શરૂઆત કરી છે, તે જ રીતે હવે અંતરિક્ષમાંથી કચરો સાફ કરવાનો પ્રારંભ થઈ ગયો છે.
વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, અંતરિક્ષમાં ૭.૫ હજાર ટન કચરો તરી રહ્યો છે. આટલો બધો કચરો આપણા ફોનથી લઈને ટીવી અને સ્પેસ સેટેલાઈટ સુધી જામ કરી શકે છે. ગયા વર્ષે કચરાના કારણે આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશનની બારી ક્ષતિગ્રસ્ત થઈ હતી. વર્ષ ૨૦૧૨માં યુરોપિયન સેટેલાઈટ ઈહvૈજટ્ઠંએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. હવે તે કચરો બની ધરતીની આસપાસ ફરી રહ્યો છે. જેનાથી અન્ય ઉપગ્રહોને હાનિ થઈ શકે છે.
બ્રિટીશ વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં ફરી રહેલા કચરાને સાફ કરવાની એક પદ્ધતિ શોધી કાઢી છે. યોજના મુજબ, અંતરિક્ષમાં જાળ ફેંકાશે જેમાં કચરો ફસાઈ શકે. પછી તે કચરાને ધરતી તરફ લાવવામાં આવશે. ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કરતા જ કચરો આપોઆપ બળી જશે. આ સિવાય એક ઓઝાર (હારપૂન) દ્વારા કચરો પકડવાની તૈયારી થઈ રહી છે.
સરે વિશ્વવિદ્યાલય સ્થિત સરે સ્પેશ સેન્ટરના વૈજ્ઞાનિક ટૂંક સમયમાં ‘રિમૂવ ડેબરિસ મિશન’ લોન્ચ કરવા જઈ રહ્યાં છે. આ મિશનનો હેતુ તે જાવાનો છે કે અંતરિક્ષમાં જાળ ફેંકી કચરો એકત્રિત થાય અને હારપૂન દ્વારા સફાઈ કરવી કેટલી યોગ્ય રહેશે.
ચાલુ વર્ષે જૂન મહિનામાં એક પરીક્ષણ કરાયું હતું કે કેવીરીતે જાળ ફેંકી અંતરિક્ષનો કચરો એકત્રિત કરી શકાય છે. આ મિશન પર ૧૫ મિલિયન યુરો ખર્ચ હશે. આ હેઠળ બહ્માંડમાં એક સેટેલાઈટ સ્થાપિત કરવામાં આવશે, જે જાળ ફેંકશે અને કચરો પકડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY