મુંબઈ,તા.૨૫
હોનહાર અભિનેતા નીલ નીતિન મૂકેશને પહેલીવાર ઇમાનદાર પોલીસ અધિકારી તરીકે રજૂ કરતી ફિલ્મ દશેરાનુ પોસ્ટર રિલિઝ થયું હતું.
અત્યાર અગાઉ નીલે મોટે ભાગે ગ્રે શેડ્સ ધરાવતા નેગેટિવ રોલ્સ વધુ કર્યા છે. પરંતુ દશેરા ફિલ્મમાં એ ઇમાનદાર પોલીસ અધિકારી તરીકે પહેલીવાર રજૂ થઇ રહ્યો છે. આ પોસ્ટરમાં એ બરછટ ચહેરાવાળો અને
ચહેરા પર લોહી હોય એવા ડાઘા સાથે રજૂ થયો છે. એ ફોટોગ્રાફ પર કેપ્શન તરીકે લખ્યું છે અધર્મસ્ય વિનાશકરણે પાપં ન ભવતિ- અધર્મનો વિનાશ કરવા (આચરેલી હિંસા પાપ ગણાતી નથી.) આ ફિલ્મમાં નીલે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીનો રોલ કર્યો છે એવી માહિતી મળી હતી.
આ ફિલ્મ અંગે જણાવાયું હતું કે આ ફિલ્મ પોલિટિક્સ અને અપરાધખોરીની કથા રજૂ કરે છે. ફિલ્મમાં માથાભારે થઇ ગયેલા અપરાધીઓ અને એમની સાઠગાંઠ સાથે રાજ્યને ઘમરોળતા પોલિટિશ્યનોની વાત રજૂ થઇ છે.
સાથોસાથ એક એવા ઇમાનદાર પોલીસ અધિકારીની વાત છે જે આ પ્રકારના વિપરીત સંજાગોમાં અટવાઇ પડયો છે.
નીલે હળવા શબ્દોમાં કહ્યું કે હાલ હું પાંચેક ફિલ્મો કરી રહ્યો છું અને સતત દોડાદોડ કરતો રહ્યો છું. તાજેતરમાં એને ત્યાં પુત્રી જન્મી હતી. એ પછી એણે ટ્વીટ કરી હતી કે અમારે ત્યાં તો હવે રોજ બેટી દિવસ ઊજવાતો હોય એવું બન્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





