ફિલ્મ સર્જક સાથે વિચારો મળતાં ફિલ્મ કરી : તબૂ

0
239

મુંબઈ,તા.૨૫
અભિનેત્રી તબુએે કહ્યું હતું કે મારા અને ફિલ્મ સર્જક શ્રીરામ રાઘવનના વિચારો એકદમ મળતાં આવતા હોવાથી મેં તેમની અંધાધૂંધ ફિલ્મ કરી હતી.
સામાન્ય રીતે તબુ ખૂબ જ ચૂઝી અભિનેત્રી ગણાય છે. એ આખી સ્ક્રીપ્ટ વાંચી જાય છે અને ત્યારબાદ પોતાને આૅફર કરાયેલા પાત્ર પર વિચાર કર્યા બાદ એને ગળે ઊતરે તો જ ફિલ્મ કરે છે. એટલે એની ફિલ્મોની સંખ્યા ઓછી છે.
પરંતુ અંધાધૂંધની સ્ક્રીપ્ટ હાથમાં આવી ત્યારે એણે જાયું કે એના અને ફિલ્મ સર્જક શ્રીરામ રાઘવનના અને એના વિચારો મળતાં આવે છે એટલે એણે સ્ક્રીપ્ટ સ્વીકારી લીધી હતી અને આ ફિલ્મ કરી હતી.
તબુએ કહ્યું કે મેં શ્રીરામ રાઘવનની ફિલ્મો જાઇ છે અને મને એની કામ કરવાની પદ્ધતિનો ખ્યાલ આવી ગયો છે. મેં જાયું કે મારા અને એમના વિચારો લગભગ મળતા આવે છે એટલે આયુષમાન ખુરાના સાથેની આ ફિલ્મ મેં સ્વીકારી લીધી હતી.
આમ કહેવા પાછળનો હેતુ સાવ સ્પષ્ટ છે. આયુષમાન ખુરાના તબુ કરતાં જુનિયર છે. આમ છતાં તબુએ ફિલ્મ કરવાની તૈયારી દાખવી અને હવે ફિલ્મ રજૂ થઇ રહી છે.
જા કે તબુએ એેવી સ્પષ્ટતા પણ કરી હતી કે આ ફિલ્મમાં હું મારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળી ચૂકી છું. અગાઉ મેં આ ટાઇપના રોલ્સ કે ફિલ્મો કર્યાં નથી. આમ છતાં મને સેટ પર શ્રીરામ રાઘવન સાથે કામ કરવાની ખૂબ મજા પડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY