બહેન દીકરીની છેડતી કરી તો નર્મદા પોલીસની નિર્ભયા સ્ક્વોર્ડ તેવાને પદાર્થપાઠ ભણાવશે -રેન્જ આઇ.જી.પી. વડોદરા

0
118

નર્મદા પોલીસ દ્રારા એથલેટીક મીટનું આયોજન.ઉદઘાટન સમારોહમાં ગુજરાતની પ્રથમ નિર્ભયા સ્ક્વોર્ડનું ગઠન કરાયુ .

રાજપીપલા: પોલીસ કર્મચારીઓ માનસીક તણાવમાંથી બહાર આવે તે માટે હર વર્ષે નર્મદા પોલીસ દ્રારા પોલીસ એથલેટીક મીટનું આયોજન કરવામાં આવે છે.આજે પોલીસ એથ્લેટીક મીટમાં નર્મદા પોલીસનાં ૫૧૧ થી વધુ અધિકારીઓ અને જવાનો ભાગ લઇ રહ્યા છે. આ મીટનું આજે પોલીસ મુખ્ય મથક,જીતનગર ખાતે આયોજન કરાયુ હતુ જેનાં ઉદઘાટન સત્રમાં ખાસ વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાં હાજર રહી એથ્લેટીક મીટ ને ખુલી મુકી છે.

આજનાં ઉદઘાટન કાર્યક્રમ ખાસ કેંદ્રીય આદીજાતી આયોગનાં સદશ્ય હર્ષદભાઇ વસાવા,જીલ્લા કલેકટર આર.એસ.નિનામા,નાયબ વન સંરક્ષક કે. શશીકુમાર,ગુજરાત બાળ સંરક્ષણ આયોગનાં સદસ્યા ભારતીબેન તડવી, ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા આયોગનાં ડાયરેકટર ડૉ. દર્શનાબેન દેશમુખ સહીતનાં અતીથીઓ હાજર રહ્યા હતા.ઉદઘાટન સત્રમાં અધ્યક્ષસ્થાનેથી વડોદરા રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમાંએ જણાવ્યુ હતુ કે, શરીરની તંદુરસ્તી માટે રમત જરૂરી છે અને ખાસ કરીને તનાથી ટીમ સ્પીરીટ અને ખેલભાવનાં વિકસે છે. જેથી જ્તમામ રમતવીરોને તેઓશ્રીએ શુભેચ્છા આપી હતી.પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ નર્મદા પોલીસ દ્રારા જે પ્રજાલક્ષી કાર્યનાં સિધ્ધાંત મુજબ સુરક્ષા સેતુ સોસાયટીનાં માધ્યમથી જે સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે તેની વિસ્તૃત માહીતી પૂરી પાડી હતી અને ખાસ કરીને ગત અઠવાડીએ નોન કનેકટીવીટી ના ગામોના નાગરીકોની સુવિધા માટે HEM રેડીઓ ની સુવિધા ઉભી કરવા માટેના નર્મદા પોલીસનાં સંવેદનાભર પ્રોજેકટ ની માહીતી આપી હતી.,બાદમાં આઇ.જી.પી. અભય ચુડાસમા અને અન્ય ઉપસ્થિત મહેમાનોએ નિભયા સ્ક્વોર્ડ ને લીલીઝંડી આપી રવાના કરી છે. તેની ખાસીયત જોઇએ તો નર્મદા પોલીસે HEM રેડીઓ બાદ ગુજરાતમાં સૌપ્રથમવાર રોમીયોગીરી અને છેડતીને નાથી આવા તત્વોને પાઠ ભણાવવા માટે ખાસ ચુંનદા મહીલા કર્મીઓની નિર્ભયા સ્ક્વોર્ડ બનાવી.આ મહીલા કર્મીઓ શાળા-કોલેજની આજુબાજુ તે,મજ મહીલાઓની અવરજવર વધુ હોય ત્યાં સ્કૂટી પર પેટ્રોલીંગ કરશે.તો આ સ્કૂટી સવાર મહીલા કર્મીઓ રીવોલ્વર, વાયરલેસ સેટ અને લાઠી તેમજ ગોગલ્સ સાથે સજ્જ હશે.નર્મદા જીલ્લાનાં મુખ્ય મથક ખાતે ૨ સ્ક્વોર્ડ પર ૪ કર્મીઓ,કેવડીયા અને ડેડીયાપાડા ખાતે   ૧-૧ સ્ક્વોર્ડ મુકવામાં આવી છે.આજે આ સ્ક્વોર્ડને વડોદરા આઇ.જી.પી. અભય ચુડાસમા એ લીલીઝંડી આપી ને ફરજ પર રવાના કરી છે.અને આ સ્ક્વોર્ડ્ને તેઓએ આદેશ આપ્યો છે કે કડક કાર્ય્વાહી કરીને આવારા તત્વોને પદાર્થ પાઠ ભણાવે. તો આ પ્રોજેકટને વડોદરા રેન્જ્નાં વડોદરા,ભુચ અને છોટાઉદેપુરમાં પણ જલદીથી લાગુ કરી દેવામાં આવશે.તેમજ સરકારમાં પણ આ પ્રોજેકટ મોકલાશે.ઉપસ્થ્તી મહેમાનોની હાજરીમાં નર્મદા પોલીસનો સુરક્ષા સેતુ સોસાયટીનો જનજાગૃતી રથને પણ રવાના કરવામાજં આવ્યો છે.આ રથમાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહીતી પ્રજાને મળી રહે તે માટે ખાસ વ્ય્વ્સ્થા કરવામાં આવી છે.જેમાં આગામી ૧ મહીના સુધી આ જાગૃતી રથ જીલ્લાનાં પ્રત્યેક ગામોમાં ફરીને તેમાં લગાવવામાં આવેલ LED ટીવી મારફતે યોજનાકીય માહીતી આપતી નાનકડી ફીલમ બતાવવામાં આવશે  તો સાથે સાથે નર્મદા પોલીસ દ્રારા નિર્મીત જીલા પોલીસ તાલીમ કેંદ્રનું પણ આઇ.જી.પી.નાં હસ્તે લાલ રીબીન કાપી ઉદઘાટન કરાયુ હતુ.આ કેંદ્ર માં પોલીસને વિવિધ પ્રકારની તાલીમ પણ આપવામાં આવશે.આ સુવિધા સભર કેંદ્રમાં આધુનીક માઇક સીસ્ટમ થી સજ્જ છે. પસ્થીત મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલઅને બાદમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇનનાં કર્મચારીઓ એ કરેલ ઉત્તમ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા છે.આ ૧૮૧ અભયમ હેલ્પ્લાઇનની કામગીરી ઉત્તમ રહી છે.તો ચુંટણી અને વિવિધ બંદોબસ્તમાં ઉત્તમ કામગીરી કરવા બદલ LIB પીઆઇ. આર.એસ.તાવીયાડનું પણ સન્માન કરાયુ છે.

રિપોર્ટર -નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY