કોઈ એવું પેદા નથી થયું કે આરક્ષણ ખતમ કરી દે : રામવિલાસ પાસવાન

0
86

ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮

sc/st‌ એક્ટના મુદ્દાને લઇને દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. એ દરમિયાન દેશભરમાં ઘણી જગ્યાઓ પર હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે અમારી સરકારે આ મુદ્દા પર ખૂબ જ જલ્દી એક્શન લીઘી છે.

એમને કહ્યું કે જેવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો તો ત્યાર બાદ અમારી સરકાર પુનવિચાર અરજીની પ્રક્રિયામાં લાગી ગઇ હતી. ત્યારબાદ આજે અરજી દાખલ કરી દેવામાં આવી છે. એમને કહ્યું કે અમારી સરકારે ૮ દિવસની અંદર જ એની પર કામ કર્યું.

રામવિલાસ પાસવાને કોંગ્રેસ પર જારદાર પ્રહાર કર્યો. એમને કહ્યું કે કોંગ્રેસે ક્્યારેય પણ દલિતો અને ભીમરાવ આંબેડકર માટે કંઇ કર્યું નહીં. કોંગ્રેસે એમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પાસવાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ તો બાબા સાહેબનો ફોટો સંસદના સેન્ટ્રલ હોલમાં પણ લગાવવા ઇચ્છતી નહતી. એમને કહ્યું કે જ્યારે વીપી સિંહની સરકાર આવી તો એમને આવું કર્યું.

પાસવાને કહ્યું કોઇ એવું પેદા થયું નથી હજુ જે આરક્ષણ ખતમ કરી દે, ના ભૂતો ના ભવિષ્યતિ. એમને કહ્યું કે કોઇ પણ સરકાર હોય, આ પૂના એક્ટ દ્વારા આવ્યું છે. રામવિલાસ બોલ્યા કે મોદી જીએ ખુદે કહ્યું છે કે આરક્ષણ ખતમ કરવા માટે મારી લાશથી પસાર થવું પડશે.
રામવિલાસ બોલ્યા કે કોંગ્રેસ આંબેડકરના નામ પર રાજકારણ કરે છે જ્યારે મૃત્યુના સમયે આંબેડકરની પાસે દવા માટે પૈસા નહતા. આ પહેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જાણકારી આપી હતી કે સરકારે જીઝ્ર/જી્‌ એક્ટ બાબતે રિલ્યૂ પિટીશન ફાઇલ કરી છે. એમને એ દરમિયાન કોંગ્રેસ પર જારદાર પ્રહાર કર્યા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY