રેલ્વે સફાઈના ધોરણોનું રેટિંગ મુસાફરો આપે તેવી વ્યવસ્થા ઊભી કરશે

0
266

ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮

ટ્રેનમાં અને સ્ટેશન પર સફાઇનું સ્તર વધુ સુધારવા માટે રેલવે વધુ પગલાં લેવા જઇ રહ્યું છે. તે સફાઇના ધોરણોનું રેટિંગ મુસાફરો આપે તેવી વ્યવસ્થા ઊભી કરવા જઇ રહ્યું છે અને તેની સીધી અસર કોન્ટ્રાકટરોના પેમેન્ટ પર પડશે. નીચા સ્કોર ધરાવતાં કોન્ટ્રાકટરોએ પેનલ્ટી ચુકવવી પડશે. આવી સેવાઓ માટે તૈયાર નવા કોન્ટ્રાકટમાં આ તમામ જાગવાઇઓ કરાઇ છે.

હવે કોન્ટ્રાકટની નવી રૂપરેખા મુજબ, કોન્ટ્રાકટરની ૩૦ ટકા માસિક પેનલ્ટી અને પ્રોત્સાહનો તેમના દ્વારા જાળવવામાં આવતાં સફાઇના ધોરણો પર મુસાફરોના અભિપ્રાય મતલબ કે રેટિંગના આધારે નક્કી થશે. બાકીની પેમેન્ટનો આધાર સફાઇના સ્ટાફની હાજરી, સફાઇમાં વપરાતાં સંશાધનોની ગુણવત્તા અને તેના ઉપયોગ, લિનનની વહેંચણી, મેઇન્ટેનન્સ અને સેવાઓ પર રહેશે. રેલવેનો સ્ટાફ આ તમામ પર દેખરેખ રાખશે.

નવા નિયમોમાં જણાવાયું છે કે સફાઇકર્મીઓના હાજરીનો રેકોર્ડ દર મહિને રેલવે સુપરવાઇઝરને આપવાનો રહેશે, તેનું વેઇટેજ ૨૫ ટકા જેટલું રહેશે. સફાઇના રેકોર્ડનું વેઇટેજ ૧૫ ટકા થશે અને વપરાતાં સંશાધનોની ગુણવત્તા અને પ્રકાર, ચાદરની વહેંચણી, સામાન્ય મેઇન્ટેનન્સ અને અધિકારીઓના સરપ્રાઇઝ વિઝિટ વિગેરે ૧૦ ટકા વેઇટેજને પાત્ર રહેશે. જાકે મુસાફરોની ફીડબેક અને ફરિયાદોને સૌથી વધુ ૨૦ ટકા વેઇટેજ અપાશે.

રેલવેએ ઉમેર્યું હતું કે ‘દરેક સ સ્ટેશનમાંથી સ્કોર મેળવવામાં આવશે અને તેનું વેઇટેજ નક્કી કરાશે. આ તમામને એકત્ર કરીને દર મહિને કોન્ટ્રાકટર માટેના અંતિમ સ્કોરની ગણતરી કરાશે. તેના આધારે દરમહિને કોન્ટ્રાકટરની પેનલ્ટી અને પ્રોત્સાહન મેળવી શકાશે.’ અધિકારીઓએ જણાવ્યું હતું કે સફાઇના ધોરણો ટ્રેનોના મુસાફરોને સીધી અસર કરે છે, તેથી તેમને આ પ્રક્રિયામાં સામેલ કરવું જરૂરી છે. રેલવે મંત્રાલયના એક સીનિયર અધિકારીએ ઉમેર્યું હતું કે ‘આ ઉપરાંત મુસાફરો તેમની રીતે સફાઇનું સ્તર પર નજર રાખશે તો જ અમને સ્થતિની સાચી તસવીર મળશે.’

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY