કોઈ વંદે માતરમ્‌ નથી ગાતું તો ગદ્દાર કેવી રીતે હોઈ શકે વંદે માતરમ્‌ ગાનાર લોકો રાષ્ટ્ર વિરોધીથી ઓછા નથી : પ્રકાશ આંબેડકર

0
28

મુંબઈ,તા.૨૪
બંધારણ ઘડવૈયા ડા.બી.આર.આંબેડકરના પૌત્ર અને ભારીપ બહુજન મહાસંઘ (બીબીએમ)ના પ્રમુખ પ્રકાશ આંબેડેકરે વંદે માતરમને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. આંબેડકરે જણાવ્યું કે જે લોકો વંદે માતરમ ગાય છે, તેઓ રાષ્ટ્ર વિરોધીથી ઓછા નથી. મહારાષ્ટ્રના પરભનીમાં મીડિયાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે જ્યારે દેશમાં પહેલાથી જ રાષ્ટ્રગીત (જન-ગણ-મન) હોય તો, વંદે માતરમની શું જરૂર છે. જન ગણ મન રાષ્ટ્રગીત છે વંદે માતરમ નહીં. જ્યારે આધિકારીક રાષ્ટ્રગીત હાજર છે તો બીજી કોઇ વસ્તુની શું જરૂર.
પ્રકાશ આંબેડકરે જણાવ્યું કે તમે રાષ્ટ્રગીતમાં વિશ્વાસ કેમ નથી કરતા? સાથે આંબેડકરે જણાવ્યું કે રાષ્ટ્રગીત ગાવાવાળા લોકો રાષ્ટ્રવાદી કહેવાય છે પરંતુ જા કોઈ વંદે માતરમ નથી ગાતું તો તે ગદ્દાર કેવી રીતે હોઇ શકે. તેમણે પૂછ્યું કે વંદે માતરમ ના ગાવા માટે વાળા દેશ વિરોધી પ્રમાણપત્ર આપનારા આ લોકો કોણ છે? આંબેડકરના આ નિવેદનને તે વિવાદ સાથે જાડાવામાં આવી રહ્યો છે જેમાં ઘણી વખત એ વાત સામે આવે છે કે દેશના લઘુમતી સમુદાયને વંદે માતરમ ગાવાથી વાંધો છે. આવા મુદ્દાઓને આધાર બનાવી વંદે માતરમ ન ગાનારને દેશ વિરોધી ગણાવતા નિવેદન પણ સામે આવતા હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY