મોટા વરાછામાં ડબ્બા ટ્રેડિંગના જુગાર પર પોલીસે છાપો માર્યો

0
8

શેરબજારમાં ગેરકાયદે ટ્રેડિંગ કરતા બે લોકોની ધરપકડ
સુરત, તા.૨૪
સુરત શહેરના સીમાડે આવેલા મોટા વરાછા ખાતેના ધર્મનંદન શોપિંગ સેન્ટરમાં ધમધમતી ડબ્બા ટ્રેડિંગના અડ્ડા ઉપર અમરોલી પોલીસે દરોડા પાડી બે વ્યક્તિની ધરપકડ કરી રૂ.૧૬૨૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો અને વધુ કાનૂની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
અમરોલી પોલીસે બાતમીના આધારે ધર્મનંદન શોપિંગ સેન્ટર ચોથા માળે દુકાન નં.૨માં દરોડા પાડી ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડતા મિતુલ રમેશ વસોયા, જયંતી હરિ પાલડીયાની ધરપકડ કરી હતી. અમરોલી પોલીસે કેલ્ક્યુલેટર, લેપટોપ, વાઈફાઈ, ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૬૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ અમરોલી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY