ન્યુ ટેક્સટાઈલ્સ માર્કેટના દુકાનદાર સાથે રૂ.૯૯.૨૧ લાખની છેતરપિંડી

0
4

માલ ખરીદનાર વેપારીએ મોબાઈલ ફોન પણ બંધ કરાવી દીધો
સુરત, તા.૧૬
રિંગરોડ ન્યુ ટેક્સટાઈલ માર્કેટના એક વેપારી પાસે કાપડનો જથ્થો ખરીદી પાછળથી પેમેન્ટ નહીં કરી રૂ.૯૯.૨૧ લાખનો વિશ્વાસઘાત કરી ચાર આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૨૦ તથા ૧૨૦ બી મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પરવત પાટીયા સોનલ રેસીડેન્સી ખાતે રહેતાં દિનેશકુમાર મેઘરાજ ચાંડકની એક કાપડની દુકાન રિંગરોડ ન્યુ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આવેલી છે. મૂળ પંજાબ અમૃતસર પરમજીતસિંગ ભાટીયા, અમરજીતસિંગ, અમરીકસિંગ તથા ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટના આકાશ સીસોદીયાએ ગુનાહિત કાવતરુ રચી ગુરૂકૃપા ટ્રેડિંગના નામે કાપડનો જથ્થો દિનેશ ચાંડક નામના વેપારી પાસેથી ખરીદ્યો હતો. સમયસર પેમેન્ટ આપવાનું જણાવી વેપારી પાસેથી ખરીદવામાં આવેલા કાપડના જથ્થા બાબતે નાણાંની માંગણી કરવામાં આવતા તેોએ દુકાન તથા મોબાઈલ ફોન બંધ કરી ૯૯.૨૧ લાખનું પેમેન્ટ નહીં ચૂકવી ફરાર થઈ ગયા હતા. સુરતના વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY