પ્રતિષ્ઠિત કાર્યને બદનામ કરવા પર સીએને દંડ ફટકારવામાં આવી શકે છે : સુપ્રિમ કોર્ટ

0
21

ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે પ્રતિષ્ઠિત કાર્યને બદનામ કરવા પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ને કલમ ૧૯૪૯ હેઠળ દંડ ફટકારવામાં આવી શકે છે. આ સજા તેને સીએ તરીકે બરખાસ્ત કરવા સુધીની પણ હોઈ શકે છે.
સીએ ગુરવિંદરસિંહ પર એક વ્યક્તિના ૧૦૦ શેર વેચીને તેને પોતાના નામે સ્થળાંતરિત કરવાનો આરોપ હતો. તેણે કહ્યું હતું કે તેણે સીએ સાથે સંબંધિત કાર્યવાહી કરી નહોતી. તે પોતાના અસીલના ખાતાનું સંચાલન કરતો હતો તેથી તેને સીએ એક્ટ હેઠળ સજા આપી શકાય નહી.
જસ્ટિસ આર.એફ.નરીમાન અને નવીન સિન્હાની પીઠે આ આદેશ કરી મુંબઈ હાઈકોર્ટનો નિર્ણય રદ કરી નાખ્યો અને સીએ કાઉન્સીલની અપીલનો સ્વીકાર કરી લીધો હતો. કોર્ટે કહ્યું કે સીએ એક્ટની કલમ ૨૧(૩) અને ૨૨ સ્પષ્ટ કહે છે કે સીએને પ્રેક્ટિસ દરમિયાન ભૂલ ઉપરાંત અન્ય કોઈ અપરાધીક અને દિવાની અપરાધ કરવા ઉપર દંડિત કરી શકાય છે. આ માટે તેને સીએ તરીકે થોડા સમય માટે બરખાસ્ત પણ કરી શકાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY