પ્રયાગારાજ,તા.૫
કુંભ મેળામાં એકવાર ફરીથી આગજનીના અહેવાલો છે. આજે ગોરખનાથ સંપ્રદાયના શિબિરમાં આગ લાગી જેમાં બે ટેન્ટ બળીને ખાખ થઈ ગયાં. ટેન્ટમાં રાખેલો લાખોનો સામાન બળી ગયો. ફાયરની ગાડીઓએ જા કે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ સંપ્રદાયના મહંત છે.
આ અગાઉ ૧૯ જાન્યુઆરીના રોજ પણ કુંભમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ અકસ્માત કુંભના સેક્ટર ૧૩માં થયો હતો. આગની ઘટનામાં કેટલાક ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતાં. ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ગાડીઓએ પણ તે વખતે આગ પર કાબુ મેળવી લીધો હતો. તે અગાઉ કુંભ મેળો શરૂ થયો તેના એક દિવસ પહેલા પણ અહીં આગના કારણે અકસ્માત થયો હતો. જો કે આ આગ પણ સમયસર બુજાવી દેવાઈ હતી.
અત્રે જણાવવાનું કે કુંભ મેળાની શરૂઆત ૧૫ જાન્યુઆરીથી થવાની હતી પરંતુ તે અગાઉ જ ૧૪ જાન્યુઆરીએ દિગંબર અખાડાના ટેન્ટમાં આગ લાગી ગઈ હતી. આ આગની ચપેટમાં અનેક ટેન્ટ આવી ગયા હતાં. આગની ચપેટમાં આવી જવાથી ટેન્ટમાં રહેલો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



