મુંબઈ,તા.૨૩
બાહુબલી અને બાહુબલી-૨માં પોતાના કામથી દર્શકોને દિવાના બનાવી ચુકેલા એક્ટર પ્રભાસની આગામી ફિલ્મ સાહોનું પહેલુ ટીઝર અને મેકિંગ વીડિયો રીલીઝ કરી દેવામાં આવ્યો છે. એક મિનિટ ૨૨ સેકેન્ડના આ વીડિયોમાં તમને ભરપૂર એક્શન અને થ્રિલર જાવા મલશે. વીડિયોમાં શૂટ પહેલાંની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. આ વીડિયોને લાખો લોકો જાઇ ચુકવ્યા છે.
વીડિયોમાં ફિલ્મના ડાયરેક્ટર ઉપરાંત અન્ય ક્રિએટીવ ટીમનો પરિચય કરાવવામાં આવ્યો છે. ફિલ્મના એક્શન ડાયરેક્ટર વીડિયોમાં કહે છે કે મારુ નામ કેની બેટ્સ છે અને હું અહી તોડફોડ કરવા આવ્યો છું. ફિલ્મના આ એક્શન સિકવન્સની તૈયારીઓમાં આશરે ૬૦ દિવસનો સમય લાગ્યો. ૪૦૦થી વધુ લોકોની ટીમે મળીને તૈયારી કરી હતી.
આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છ. પહેલાં શ્રદ્ધાના રોલ માટે અનુષ્કા શેટ્ટીને લેવાની ચર્ચા થઇ રહી હચી પરંતુ વધતાં વજનના કારણે તે આ રોલ ન કરી શકી. સાહો ત્રણ ભાષાઓમાં રિલિઝ થશે. તેમાં હિન્દી, તમિલ અને તેલુગુ સામેલ છે. સાહોમાં બોલીવુડની મોટી સ્ટારકાસ્ટ જાવા મળશે. ફિલ્મમાં જ્યાં પ્રભાસની ઓપોઝીટ શ્રદ્ધા જાવા મળશે ત્યાં નેગેટિવ રોલ માટે નીલ નિતિન મુકેશ હશે.
આ ઉપરાંત જેકી શ્રોફ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર પણ જાવા મળશે. સાહોમાં પ્રભાસ અનેક ખતરનાક સ્ટંટ કરતો જાવા મળશે. ફિલ્મમાં એક સ્ટંટ સીન છે જેમાં પ્રભાસ દુબઇની બુર્જ ખલીફા પર શુટ કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





