બરેલી,તા.૧૫
ઉત્તરપ્રદેશના બરેલીમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. જ્યાં એક ૧૭ વર્ષની યુવતીને પ્રેમ કરવાની આકરી સજા મળી. યુવતી જે યુવકને પ્રેમ કરતી હતી તે તેના પરિવારજનને મંજૂર ના હોવાથી યુવતીને લોખંડની બેડીઓમાં બાંધી ઘરની અંદર કેદ કરવામાં આવી.
તકનો લાભ લઈને યુવતી જેમ તેમ કરીને ભાગવામાં સફળ રહી અને પોલીસ સ્ટેશન પહોંચી. જ્યાં જઈને યુવતીએ પોતાની સ્ટોરી પોલીસને જણાવી. પોલીસ યુવતીની વાત સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ ગઈ. બાદમાં જેમ તેમ કરીને પોલીસે આ યુવતીની બેડીઓ ખોલી.
બાદમાં આ વાતની જાણ યુવતીના પ્રેમીને થતા તે પણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં આ પ્રેમી યુગલે પોલીસને સઘળી કહાની સંભળાવી અને તેઓએ પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરાવી આપવા પોલીસકર્મીઓને કહ્યુ.
તો યુવતીનો આરોપ છે કે, તેના પરિવારના લોકો નથી ઈચ્છતા કે તે યુવક સાથે લગ્ન કરે. જેના પગલે તેના પરિવારે લોખંડની બેડીઓમાં કેદ કરી. ત્યારે આ પ્રેમીયુગલને ન્યાય મળશે કે કેમ તે આવનારો સમય બતાવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



