સાપુતારાના દિવાળી ફેસ્ટિવલમાં માહિતી વિભાગ દ્વારા ડાંગ દર્શન રજૂ કરાયું

0
37

સાપુતારાનું પ્રદર્શન કેન્દ્ર પણ પ્રવાસીઅો માટે થઈ રહ્નાં છે ઉપયોગી
આહવા, તા.૧૫
ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આયોજિત કરાયેલા ર૩ દિવસના દિવાળી ફેસ્ટિવલમાં ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ડાંગ દર્શન નામક તસવીરી પ્રદર્શન રજુ કરાયુ છે.
ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોથી, અહીં આવતા પ્રવાસીઓ વાકેફ થઇ શકે તે હેતુથી આયોજિત આ પ્રદર્શનીમાં ગીરાધોધ, ગીરમાળ ધોધ, મહાલ વૉટર ફોલ, ધુલદા રીવર સાઇટ, માયાદેવી, અંજનકુંડ, પાંડવા, પંપા સરોવર, શબરીધામ, ડોન હીલ સહિત મહાલ-કિલાદ અને દેવીનામાળ ખાતે આવેલી ઇકો ટુરીઝમ કેમ્પ સાઇટ જેવા સ્થળોના રંગબેરંગી ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયા છે. આ ઉપરાંત ડાંગના માજી રાજવીઓ, ડાંગના નૃત્યો, વાંજિત્રો સહિત અહીંના જનજીવનની તસવીરો પણ અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, સાપુતારા ગિરિમથક ખાતે અવારનવાર અનેકવિધ ઉત્સવોની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વેળા પણ માહિતી ખાતા દ્વારા ડાંગ દર્શન પ્રદર્શન રજુ કરીને, સાપુતારના સહેલાણીઓને ડાંગના અન્ય પર્યટન સ્થળો સુધી લઇ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેને લઇને પ્રવાસીઓ ડાંગના અન્ય દર્શનિય સ્થળોથી માહિતગાર થઇ, ત્યાંની પણ મુલાકાત લેવા માટે પ્રેરાતા હોય છે.
આ પ્રદર્શની ઉપરાંત રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા સાપુતારા એસ.ટી.બસ સ્ટેન્ડની બાજુમાં માહિતી ખાતા હસ્તક એક કાયમી પ્રદર્શન કેન્દ્ર પણ શરુ કરાયુ છે. અહીં અદ્યતન પ્રદર્શન ગેલેરીમાં સાપુતારા સહિત ગુજરાતભરના અન્ય પ્રવાસન સ્થળોની રંગીન તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. જેની સાપુતારા આવતા ગુજરાત તથા ગુજરાત બહારના સહેલાણીઓ મુલાકાત લઇ, ગુજરાતના અન્ય જાવાલાયક સ્થળોની વિસ્તૃત માહિતી મેળવી, તેની મુલાકાત લેતા હોય છે. ગત દિવસોમાં અહીં ગુજરાતી/હિન્દી ફિલ્મોના સીતારાઓ સહિત, અનેકવિધ નામી/અનામી હસ્તીઓએ પણ મુલાકાત લઇ, ઉપયોગી જાણકારી મેળવી હતી.
આમ, ડાંગ તથા ગુજરાતના સ્થાનિક પ્રવાસન સ્થળો તરફ પ્રવાસીઓને વાળીને, પરોક્ષ રીતે સ્થાનિક રોજગારીના સર્જનમાં માહિતી ખાતુ તેનુ યોગદાન આપી રહ્નાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY