પૃથ્વીની તુલના ન કરો, તેને ક્રિકેટર તરીકે વિકસિત થવા દો : કોહલી

0
13

હૈદરાબાદ,તા.૧૧
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, યુવા ક્રિકેટર પૃથ્વી શોની કોઈ અન્ય ક્રિકેટર સાથે તુલના ન થવી જાઈએ અને તેને એક ક્રિકેટરના રૂપમાં વિકસિત થવા દેવો જાઈએ. શોએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રાજકોટમાં પોતાના પર્દાપણ મેચમાં ૧૩૪ રન બનાવ્યા, ત્યારબાગ તેની સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ સાથે તુલના થવા લાગી હતી.
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા પત્રકાર પરિષદમાં કોહલીએ કહ્યું, મને નથી લાગતું કે તેને લઈને હજુ કોઈ નિર્ણય પર પહોંચી જવું જાઈએ. તમારે આ યુવા ખેલાડીને પોતાની ક્ષમતા અનુસાર આગળ વધવા માટે પર્યાપ્ત સ્થાન આપવું જાઈએ. તે ખૂબ પ્રતિભાશાળી છે અને દરેકે જાયું કે તે કૌશલ્યથી પરિપૂર્ણ છે.
તેણે કહ્યું, અમે નિશ્ચિત રૂપે ઈચ્છીએ કે તેણે પ્રથમ મેચમાં જે પ્રદર્શન કર્યું તેનું પુનરાવર્તન કરે. તે શિખવા માટે ઈચ્છુક છે અને ઝડપી છે. તે પરિસ્થિતિનો સારી રીતે અભ્યાસ કરે છે. અમે બધા તેના માટે ખુશ છીએ.
કોહલીએ ઓપનિંગ બેટ્‌સમેન ગૌતમ ગંભીર સાથે પણ સહમતિ વ્યક્ત કરી, જેણે બુધવારે કહ્યું હતું કે લોકોએ પૃથ્વીની તુલના વીરૂ સાથે ન કરવી જાઈએ.
કોહલીએ કહ્યું, આપણે ક્યારેય તેની તુલના અન્ય સાથે ન કરવી જાઈએ. આપણે તેને એવી સ્થિતિમાં ન રાખવો જાઈએ જ્યાં તે દબાવનો અનુભવ કરે. આપણે તેને તે સ્થાન આપવાની જરૂર છે જ્યાં તે તેની રમતનો આનંદ માણે અને ધીરે-ધીરે એવા ખેલાડીના રૂપમાં તૈયાર થાય જેમ આપણે ઈચ્છીએ છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY