ગોંડલ,તા.૯
હાર્દિક પટેલના ઉપવાસને સૌરાષ્ટ્ર માં સમર્થન મળી રહ્યું છે. આજે રવિવારે ગોંડલના દેરડીકુંભાજી ગામે સજ્જડ બંધ પાળ્યો હતો. જેમાં ગામના દરેક વેપારીઓ બંધમાં જાડાયા હતા. ગ્રામજનોએ ખેડૂતોના દેવા માફી, પાટીદારોને અનામત આપવાની માંગ કરી હતી. જેમાં દરેક સમાજના લોકોએ ટેકો જાહેર કર્યો હતો. તેમજ વાછરા ગામે હાર્દિકના સમર્થનમાં એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગોંડલ તાલુકાના વાછરા ગામમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોએ રામધૂનનું આયોજન કર્યું હતું અને એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનનું પણ આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જાડાય હતા. આ સિવાય રાજાકટના આસોપાલવ સત્સંગ મંડળ દ્વારા ગોંડલ ચોકડી ખાતે આસોપાલવ પાર્ક શેરી નં. ૫માં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





