પીએસઆઈનો પુત્ર છેબીપીઓમાં યુવકે યુવતીની બેરહેમીથી ફટકારી,રાજનાથસિંહે તપાસના આદેશ આપ્યા

0
45

ન્યુ દિલ્હી,તા.૧૪
દિલ્હીના એક બીપીઓમાં એક યુવકે યુવતીની બેરહેમીથી કરેલી પિટાઈનો વીડિયો સામે આવ્યા બાદ ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજનાથસિંહે આ મામલામાં દિલ્હી પોલીસ કમિશ્નરને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
વીડિયોના આધારે જાણવા મળ્યુ છે કે યુવતીને બીપીઓમાં વાળ પકડીને ઢોર માર મારનાર રોહિત તોમર દિલ્હી પોલીસના પીએસઆઈનો પુત્ર છે. એ પછી અન્ય એક યુવતીએ પણ આરોપ લગાવ્યો છે કે રોહિત તેને પણ કેટલાય દિવસોથી પરેશાન કરીને તેના પરિવારને ધમકી આપી રહ્યો છે.
પોલીસને મળેલી જાણકારી પ્રમાણે બીપીઓનો માલિક અલી હસન નામનો યુવક છે. જે રોહિતનો મિત્ર છે. અલી હસનને પણ પોલીસે અટકાયતમાં લીધો છે.
આરોપી રોહિત એક પોલીસ સબ ઇન્સપેક્ટરનો પુત્ર છે. વાયરલ વીડિયોમાં યુવતીને માર મારતો વ્યક્તી રોહિત છે. આ મામલે ગૃહમંત્રી રાજનાથ સિંહે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રીના આદેશ બાદ આરોપી રોહિતની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે અને તેના એક દિવસના પોલીસ રિમાન્ડ પણ લઇ લીધાં છે.
૨૧ વર્ષનો રોહિત બેકાર છે. તેણે આ યુવતીને માર માર્યા બાદ વીડિયો જ્યોતિ નામની યુવતીને મોકલ્યો હતો. જેને તે ધમકાવવા માંગતો હતો. એ પછી જ્યોતિએ પોલીસને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY