પુત્રીને પ્રપોઝ કરતા ભાગ્યશ્રીનાં ભૂતપૂર્વ ડ્રાઈવરની ધરપકડ

0
8

મુંબઈ,તા.૨૯
વીતેલાં જમાનાની અભિનેત્રી ભાગ્યશ્રીની ૨૩ વર્ષની દીકરીનો પીછો કરતાં તેમના જૂના ડ્રાઇવર કન્હૈયા ઝાને જૂહુ પોલીસે તેની સામે ફરિયાદ નોંધાતા શુક્રવારે છટકું ગોઠવી પકડી પાડયો છે. કેટલાંક મહિના પહેલાં ભાગ્યશ્રી અને તેના પતિ હિમાલયે તેમને એ ડ્રાઇવર કન્હૈયા ઝાને નોકરી પરથી હાંકી કાઢયો હતો. તેણે એ વખતે તેમને નોકરી પરથી ન કાઢવા વિનંતી કરી હતી, પણ તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. એ પછી તેણે થોડા દિવસથી ભાગ્યશ્રીની ૨૩ વર્ષની દીકરીને ઘણાં બધા મેસેજ પણ કર્યા હતા અને કોલ પણ કર્યા હતા, પણ તેણે તેની વાત કાને ધરી નહોતી. તેને ગણકાર્યો નહોતો.
શુક્રવારે તે તેને મળ્યો પણ હતો અને તેની સામે અણછાજતી હરકતો પણ કરી હતી અને તેને પ્રપોઝ કર્યું હતું, એટલું જ નહીં તેનો પીછો પણ કર્યો હતો. એથી તેણે માતા ભાગ્યશ્રીને એ વિશે જાણ કરી હતી. જૂહુ પોલીસ સ્ટેશનમાં ભાગ્યશ્રીએ ત્યાર બાદ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ભાગ્યશ્રીએ તેનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો.
બેકાર ઝાને પકડવા પોલીસે છટકું ગોઠવ્યું હતું. તેમણે ઝાને ફોન કરીને કહ્યું કે તેમને ડ્રાઇવરની જરૃર છે. એથી ઝાએ તેમની એ વાત માની તેમને મળવા જૂહુ પહોંચી ગયો હતો અને જૂહુ પોલીસે તેમને પકડી લીધો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY