સરદાર સરોવર નર્મદા બંધ ના ઉપરવાસ માંથી વધુ 1.22 લાખ ક્યુસેક આવક થતા જળસપાટી 118 મીટરે પહોંચી .

0
12

પાણી ની વધતી સપાટી ને જોઈ કેનાલ હેડ પાવર હાઉસ ના બીજા ટર્બાઇનો ચાલુ કરવા નર્મદા નિગમ સજ્જ બન્યું

રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં ધરખમ વધારો થયો છે ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેસ માં સારો વરસાદ પડવા થી ડેમ સપાટી માં ધરખમ વધારો થઇ આજે ડેમ ના ઉપરવાસ માંથી 1લાખ 12 હજાર ક્યુસેક પાણી ની આવક થઈ છે છેલ્લા 5 દિવસ થી સતત ડેમ માં પાણી ની આવક સારી થઇ રહી છે અને 24 કલાક માં ડેમ 4 મીટર નો વધારો નોંધાયો છે, આજે જ્યારે જે ડેમ ના દરવાજા બેસાડવામાં ન આવ્યા હતા ત્યારે જેની સપાટી 121.92 મીટર હતી અને આજની તારીખે આ ડેમ ઓવરફ્લો હતો હવે આ ડેમ સપાટી માં માત્ર 4 દિવસ માં 121.92 મીટર પર સપાટી જવા ની શક્યતા છે અને આજે હાલ ની ડેમ ની સપાટી 118 મીટર પર પહોંચી છે ત્યારે ગઇ કાલે જ રાજ્ય ના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જે વિસ્તાર માં ઓછો વરસાદ પડ્યો છે જે જિલ્લા ઓમાં આજ નર્મદા ડેમ નું જળ સંકટ દૂર થતાં ડેમ નું પાણી કેનલ દ્વારા ગુજરાત ને સિંચાઈ અને પીવાનું પાણી આપવામાં આવશે ની જાહેરાત કરી છે જેને કારણે CHPH નું 1 પાવર હાઉસ ચાલુ કરી હાલ તો 3612 ક્યુસેક પાણી છોડી કેનાલ દ્વારા આપવામાં આવી રહ્યું છે, પરંતુ નર્મદા બંધની વધતી સપાટી ને જોઈ બીજા બે ટર્બાઈનો ચાલુ થાય અને વધુ 4 હજાર ક્યૂસે પાણી નર્મદા મુખ્ય કેનાલ દ્વારા રાજ્યને આપી શકાય એવી તૈયારીઓ રાખી નર્મદા નિગમ સજ્જ બન્યું છે જોકે મુખ્ય કમાન્ડ ભોપાલ સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી પાસે હોય જે સૂચના આપે એવીરીતે પાવર હાઉસ ચલાવાશે.

હાલ ડેમ માં 675.75 MCM લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો છે જેને કારણે એમ કહી શકાય કે ગુજરાત માંથી જળ સંકટ દૂર થયું અને ગુજરાત સરકાર ની છીંતા માંથી છુટકારો મળતા હાશકારો મળ્યો છે, ત્યારે હવે સરકાર પણ હિમ્મત ખોલીને આગળ આવી છે અને નિવેદનો કરે છે કે સુખા વિસ્તારમાં પાણી આપીશું

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY