પંજાબના ભટિંડાની આસપાસ ફરી દેખાયો આતંકી ઝાકિર મૂસા, હાઈએલર્ટ જાહેર

0
5

પંજાબમાં શીખ વેશમાં છુપાયો છે આતંકી મૂસા
અમૃતસર,તા.૬
પંજાબમાં કાશ્મીરી આતંકવાદી જાકિર મૂસા છુપાયેલો હોવાના ઇનપુટ મળ્યા પછી આઇબી, સેના અને સીઆઇડી હાઇ એલર્ટ પર છે. પ્રાપ્ત જાણકારી મુજબ મૂસા પંજાબના ભટિંડા રેન્જમાં રહી રહ્યો છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે મૂસા શીખ પહેરવેશમાં રહી રહ્યો છે. તે પાઘડી પહેરી અને દાઢી વધારીને સામાન્ય લોકો વચ્ચે ફરી રહ્યો છે. આતંકીની તલાશમાં સેના પણ હાઇ એલર્ટ પર છે. ભટિંડા રેલવે સ્ટેશન પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત રાજસ્થાન સાથે જાડાયેલી સરહદને પણ સીલ કરવામાં આવી છે. રસ્તાઓ પર નાકાબંધી અને ચેકિંગ પણ શરૂ કરાયું છે.
ગુપ્તચર તંત્રનો દાવો છે કે આતંકી મૂસા છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં છુપાયેલો છે અને તે પોતાનો વેશ બદલતો રહે છે. તેણે લાંબા વાળ રાખ્યા છે અને ટોપી પણ પહેરી છે, પરંતુ તાજેતરમાં જ તેની શીખના વેશમાં એક તસવીર વાયરલ થઇ છે, જેમાં જાવા મળે છે કે તેણે પાઘડી પહેરી છે અને દાઢી પણ વધારી છે તેથી તે એક સરદાર જેવો લાગી રહ્યો છે. નોંધનીય છે કે મૂસા અમૃતસર બેલ્ટમાં હોવાના ઇનપુટના થોડા દિવસો પછી ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ નિરંકારી મિશન, અમૃતસરમાં ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૨ લોકો ઘાયલ થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY