પંજાબ નેશનલ બેંકનું એક બીજું કૌભાંડ સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઘટના પણ મુંબઈના બ્રેડી હાઉસ શાખા સાથે જ જોડાયેલી છે, જ્યાંથી અબજપતિ નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓએ લગભગ 13 હજાર કરોડ રૂપિયા લેટર ઓફ અંડરટેકીંગ દ્વારા ફેક લેટર મારફતે લઈને આ કૌભાંડ આચર્યું હતું. બેંકનું આ નવું કૌભાંડ ‘ચાંદરી પેપર્સ એન્ડ અલાઈડ્સ પ્રોડક્ટ્સ’ નામની એક કંપનીને નવ કરોડ રૂપિયાના ફર્જી લેટર દ્વારા લેટર ઓફ અંડરટેકીંગ મારફતે આચર્યું છે. લેટર ઓફ અંડર ટેકીંગ મારફતે જે-તે કંપની વિદેશમાં ભારતીય બેંકની શાખામાંથી પૈસા ઉપાડી શકે છે અને જેને પાછા પરત કરવાની જવાબદારી બેંકની હોય છે.
રિપોર્ટ દ્વારા મળેલી માહિતી પ્રમાણે CBIએ ચાંદરી પેપર્સ એન્ડ અલાઈન્સ પ્રોડક્ટ્સ અને તેના કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સીએ આ કેસમાં પણ બ્રેડી હાઉસ શાખાના રિટાયર્ડ અધિકારી ગોકુલનાથ શેટ્ટી અને સિંગલ વિન્ડો ઓપરેટર મનોજ ખારાતને દોષી ગણાવ્યો છે. આ લોકો નીરવ મોદી, મેહુલ ચોકસીના કેસ પહેલાથી જ CBIની શોધખોળ હેઠળ છે.
CBI ના જણાવ્યા પ્રમાણે તેમણે ગોકુલનાથ શેટ્ટી અને મનોજ ખારત દોષી કંપની ચાંદરી પેપર્સ અલાઈડ પ્રોડક્ટ્સના કર્મચારીઓ આદિત્ય રસિવાસિયા અને ઈશ્વરદાસ અગ્રવાલની સાથે આ કૌભાંડમાં શામેલ છે. તેમણે 0.09 કરોડનું કૌભાંડ આચર્યું છે, જેને ચૂકવવાની તારીખ 20 જાન્યુઆરી 2010 છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"