સુરત, તા.૧૫
અત્રે ગઈકાલે સુરત ગોપીપુરા ખાતે આવેલી એસ.પી.ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્યા ચંદ્રિકાબેન પાઠકજી સભા ગૃહમાં જાણીતા રચનાત્મક કાર્યકïર અને લેખક ડૉ. અતુલભાઈ પાઠકજીએ લખેલા તેમના ૨૩માં પુસ્તક કોમરેડ ફિડેલ કાસ્ટ્રોનું લોકાર્પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવીર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અને કે.પી. કોમર્સ કોલેજના પ્રાધ્યાપક સૂર્યકાંતભાઈ શાહના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારંભના પ્રમુખ પદેથી ઉદ્ïબોધન કરતાં સુરત પિપલ્સ કો.અો. બેîકના પૂર્વ પ્રમુખ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વના નકશા પર અમેરિકાની ખૂબ નજીક આવેલા નાનકડા ટાપુ ક્યુબા પરના ક્રાંતિકારી નેતા બિ. ફિડેલ કાસ્ટ્રો વિશે પુસ્તક લખી ડૉ. અતુલભાઈએ પ્રશંસનીય કાર્ય કયુ છે.
આ સભામાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા ટ્રેડ યુનિયનિસ્ટ અને ભારતીય સામ્યવાદી પક્ષની નેશનલ કાઉન્સિલના સભ્ય વિજયભાઈ શેણમારે ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત આ લોકાર્પણ સમારંભમાં દક્ષિણ ગુજરાત પ્રગતિશીલ લેખક સંઘના પ્રમુખ ડૉ. સુષ્માબેન ઐયર, નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ બકુલેશભાઈ દેસાઈ અને રૂ.સી.માં સાર્વજનિક એક્સપરિમેન્ટલ સ્કૂલના આચાર્યા મીનાક્ષીબેન વખારીયાએ પણ પ્રાસંગિક પ્રવચન કયુ હતું. લોકાર્પણ સમારંભની શરૂઆતમાં નામાંકિત એડવોકેટ હર્ષદભાઈ ગલિયારાએ સ્વાગત પ્રવચન કયુ હતું. જ્યારે અંતમાં વિદ્વાન શિક્ષણ શાસ્ïત્રી આચાર્યા નંદિનીબેન શાહે આભારવિધિ કરી હતી. સમગ્ર સમારંભનું સંચાલન સુપ્રસિદ્ધ કલા સંસ્થા આર્ટ ગુંજનના પ્રમુખ અશ્વિનભાઈ ભટ્ટે કયુ હતું
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



