સુરત મહાનગરપાલિકામાં ખાલી પડેલી ૪૩૭૭ જગ્યા ભરવા લાલ વાવટા યુનિયનની માંગ

0
14

સુરત, તા.૧૫
આરટીઆઈ એક્ટ હેઠળ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સુરત મહાનગરપાલિકામાં મંજુર થયેલી શીડ્યુલ જગ્યાઅોમાં વર્ગ ૧ થી ૪માં કુલ ૪૩૭૭ જગ્યાઅો ખાલી પડેલ છે. વર્ગ ૧માં ૪૨ જગ્યાઅો વર્ગ ૨માં ૧૮૩ જગ્યાઅો, વર્ગ ૩માં ૧૨૧૪ જગ્યાઅો તથા વર્ગ ૪માં ૨૯૩૮ જગ્યાઅો ખાલી હોવા છતાં ભરવામાં આવતી નથી. જેના કારણે મનપાની કામગીરી ઉપર ભારે અસર પડી રહી છે. સુરત મનપાના અધિકારીઅો તથા કર્મચારીઅો માનસિક રીતે ત્રાસી ગયા છે. જેના કારણે સ્વૈચ્છીક રાજીનામાઅો આપી રહ્ના છે.
સુરત મહાનગરપાલિકાનું મંજુર થયેલ મહેકમ શીડ્યુલ ૩૦ વર્ષ જૂનું છે અને તેમાં ઠીંગડા મારીને કામ ચલાવી રહ્ના છે. ઈન્ચાર્જ તરીકે અધિકારીઅો પાસે કામ લેવામાં આવી રહ્નાં છે. સ્વચ્છતામાં સુરત શહેરનું નામ મોખરે હતું તે હવે ૧૪માં ક્રમે ધકેલાયું ચે. જેના માટે સંપૂર્ણ જવાબદાર શાસક પક્ષ તથા સુરત મનપાનું વહીવટ તંત્ર તથા તેના વડા મ્યુનિ. કમિશનર છે. સને ૨૦૦૬માં સુરત મહાનગરપાલિકાનો વિસ્તાર બમણો થયો છે. કામગીરી વધી છે. ૪૫ લાખ વસ્તી છે. મ્યુનિ. એક્ટમાં શહેરની સાફ સફાઈની કામગીરી કરવી વૈધાનિક રીતે ફરજીયાત છે. વળી સુરત મનપામાં સફાઈ કામદારોની ૧૩૬૩ જગ્યાઅો ડ્રેનેજ સફાઈ કામદારોની ૪૦૫ જગ્યાઅો, બેલદારોની ૭૩૨ જગ્યાઅો, વીબીડીસી વિભાગમાં ૧૫૦ બેલદારોની જગ્યાઅો ભરવાની ખાલી પડેલ છે. જેની સામે ફક્ત શોષણ કરવાના ઉદ્દેશથી છેલ્લા છ વર્ષથી ૨૦૦૦ કરતાં વધુ રોજિંદા સફાઈ કામદારો કામ કરી રહ્ના છે. છતાં તેઅોને નોકરીમાં કાયમી કરવા આદેશ આપેલ હોવા છતાં સુરત મનપાના કમિશનર પાલન કરતા નથી.
વધુમાં સુરત મનપાએ સને ૨૦૧૭માં સફાઈ કામદારો, બેલદારોની ભરતી માટે જાહેરાત આપી હતી. જેમાં લાયકાત ધોરણ ૯ પાસથી વધુ અભ્યાસ કરેલ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં જે દેશના બંધારણની કલમ ૧૪-૧૫ અને ૧૬નો ભંગ સમાન છે. જે બાબતે નામ. ગુજરાત હાઈકોર્ટમાં યુનિયન તરફથી રીટ પીટીશન દાખલ કરવામાં આવેલી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે

માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY