અંકલેશ્વર સરફુદ્દીન ગામ માંથી પસાર થતી રેલવે લાઈનને દબાણ નડતા મામલો ગુંચવાયો 

0
146

અંક્લેશ્વર:
અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ માંથી પસાર થતી રેલવે લાઈનને ગામમાં   કાચા મકાનોનું દબાણ નડતર રૂપ બન્યુ હતુ,જે અંગે નોટિસ બાદ પણ કોઈજ નિરાકરણ નહિ આવતા મામલો વધુ પેચીદો બન્યો છે.
અંકલેશ્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ માંથી મુંબઈ સુધીની ગુડ્ઝ રેલવેની લાઈન પસાર થઇ રહી છે,જેનાં બ્રિજ સહિતની કામગીરી એલ એન્ડ ટી દ્વારા શરુ કરવામાં આવી છે,પરંતુ ગામનાં સાત કાચા મકાનો સરકારી જગ્યામાં છે, જે આ લાઇનને નડતરૂપ બનતા આ આવાસમાં રહેતા લોકોને નોટિસ આપીને ખસી જવા માટે તંત્રે તાકીદ કરી હતી,પરંતુ સમય મર્યાદા બાદ પણ પરિસ્થિતિ જેમની તેમ જ રહેતા તંત્રે ફરી એક વખત દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરી હતી, પરંતુ ગ્રામજનો દ્વારા વધુ પાંચ દિવસની મુદ્દત માંગવામાં આવતા તેઓને તંત્રએ  રાહત કરી આપી હતી.
જોકે તારીખ ૭મી ફેબ્રુઆરીનાં રોજ અંકલેશ્વર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી તેમજ એલ એન્ડ ટી કંપનીનાં અધિકારીઓ સહિત તાલુકા પોલીસની ટીમ સરફુદ્દીન ખાતે દબાણ હટાવવા માટે ગઈ હતી,પરંતુ ગ્રામજનો એ વળતરની માંગણી કરતા મામલો ગરમાયો હતો,અને આ અંગે
સ્થાનિકોએ ભરૂચ જિલ્લા કલેકટર સુધીનાં ઘ્વારા  ખટખટાવ્યા છે. આ અંગે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી વનિતાબેન પટેલે જણાવ્યુ હતુ કે સરકાર દ્વારા દબાણ કરીને રહેતા લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે,પરંતુ તેમછતાં તેઓ દબાણ કરીને રહે છે,તેઓએ વળતરની માંગણી કરી રહ્યા છે,જે મામલે હવે જિલ્લા કલેકટર શું નિર્ણય લેશે એ જોવું રહ્યું

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY