રેસ-૩ ફિલ્મમાં ડેઝી શાહ સેક્સી અવતારમાં ચમકશે

0
36

મુંબઇ,તા. ૨૨
સુપરસ્ટાર સલમાન ખાનની નવી ફિલ્મ રેસ-૩ને લઇને ચાહકો ભારે ઉત્સુક છે. આ ફિલ્મ હવે ૧૫મી જુન ૨૦૧૮ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં સેક્સી સ્ટાર ડેઝી શાહ નવા અવતારમાં નજરે પડનાર છે. ડેઝી શાહની કેરિયર આ ફિલ્મના કારણે તેજી આવી શકે છે. સલમાન ખાનનાકારણે જ તેને આ ભૂમિકા મળી છે. ડેઝી શાહ ફિલ્મમાં છવાઇ ગઇ છે. સલમાન પોતાની કેરિયરની મોટી ભૂમિકા અદા કરી રહ્યો છે. તે મુખ્ય સ્ટાર તરીકે છે અને હાલમાં જ તે ફિલ્મના કલાકારોને એકપછી એક રીતે રજૂ કરી ચુક્યો છે. સલમાને સૌથી પહેલા પોતાને સિક્ંદર તરીકે રજૂ કર્યા બાદ એક પછી એક કલાકારોને રજૂ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સલમાને જેક્લીનને જેસિકા તરીકે રજૂ કરી હતી. ત્યારબાદ બોબી દેઓલને યશ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. ડેઝી શાહે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે જ કરી હતી. જય હો તેની કેરિયરની પ્રથમ ફિલ્મ હતી. જા કે આ ફિલ્મ સલમાન ખાનની અન્ય ફિલ્મોની જેમ રેકોર્ડ તોડી શકી ન હતી. જેથી ડેઝી શાહની વધારે નોંધ લેવાઇ ન હતી. સલમાન ખાને પોસ્ટર શેયર કરતા કહ્યુ છે કે સિજિલિંગ સંજના જારદાર ધડાકો કરવા માટે તૈયાર છે. ફિલ્મમાં સલમાનના સહ સ્ટાર બોબીએ પોસ્ટર શેયર કરીને કહ્યુ છે કે તાકાત અને સુન્દરતામાં પરફેક્ટ કોમ્બિનેશનની સ્થિતી ડેઝીમાં જાવા મળી રહી છે. બોલ્ડ એન્ડ બ્યુટિફુલ ડેઝી દેખાઇ રહી છે. આ ફિલ્મના પોસ્ટર ઉપરાંત જેકલીન અને ડેઝી શાહ દ્વારા પોતાના સ્કવોશ સેસનમાં અનેક ફોટો પોતાના ચાહકો માટે રજૂ કર્યા છે. બન્ને અભિનેત્રી ફિલ્મને જારદાર અને આકર્ષક બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. રેસ-૩ ફિલ્મમાં અનિલ કપુર અને સાકિબ સલીમ પણ મુખ્ય રોલમાં દેખાશે. આ ફિલ્મનુ નિર્દેશન રેમો ડિસુઝા દ્વારા કરવામાં આવ્યુ છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY