વાઘાણીના નિવેદનથી કોંગ્રેસ લાલઘૂમ,વિરોધ નોંધાવ્યો
રાધનપુર,તા.૨૭
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓ જીભ પરથી કાબુ ગુમાવી રહ્યાં છે. રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનને સંબોધન દરમિયાન ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જીતુ વાઘાણીએ કહ્યું કે રાહુલ ગાંધીએ કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દુધ પીધું હશે. વાઘાણીના નિવેદનથી કોંગ્રેસે ટીકા કરી વિરોધ નોંધાવ્યો હતો.
રાધનપુરમાં ભાજપ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આશ્ચર્યજનક ટિપ્પણીઓ કરી હતી. જેમાં વાઘાણીએ જણાવ્યું કે રાહુલ કમાન્ડોની સુરક્ષા વચ્ચે જનમ્યા હતા. જે ઘોડિયામાં કમાન્ડોની સાથે જનમ્યા હોય તે દેશની વાતો કરે છે. વધુમાં વાઘાણીએ કહ્યું કે દૂધ પીતી વખતે થાય તે ખરુ, આપણે જોવા નથી ગયા. આટલાથી ન અટકતા વાઘાણીએ કહ્યું કે રાહુલે કમાન્ડોની સુરક્ષા વચ્ચે માતાનું દૂધ પીધું છે.
બીજી બાજુ જીતુ વાઘાણીના નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં આક્રોસ જાવા મળી રહ્યો છે, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના નેતાઓએ ગાંધી પરિવાર વિશે બોલતા પહેલા સો વાર વિચાર કરવો જોઇએ કારણ કે ભાજપના એકપણ નેતાઓના વડવાઓએ દેશ માટે બલિદાન આપ્યું નથી. વધુમાં તેઓએ કહ્યું કે આ જીતુ વાઘાણીની હલકી માનસિક્તા દર્શાવે છે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોષીએ કહ્યું કે જીતુ વાઘાણી નવું સમાચારમાં ચર્ચામાં રહેવા અને નવું પક મેળવવા માટે હવાતીયા મારી રહ્યાં છે, આવા હલકા નિવેદનો કરી તેઓ પોતાની માનસિક્તા દર્શાવી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



