રાફેલ ડીલ રદ્દ કરવા સુપ્રિમમાં અરજી : આગામી સપ્તાહે સુનાવણી

0
23

ન્યુ દિલ્હી,તા.૫
રાફેલ ડીલ વિવાદનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ભારતીય રાજનીતિમાં છવાયેલો છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ આ ડીલને એક મોટી ગોટાળો ગણાવીને કેન્દ્રની મોદી સરકારને ઘેરી રહી છે. હવે આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.
સુપ્રીમ કોર્ટે આગામી અઠવાડિયે આ મામલે દાખલ થયેલી અરજી પર સુનાવણી કરી શકે છે. વરિષ્ઠ વકીલ મનોહર લાલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે કે રાફેલ ડીલમાં ગોટાળો થયો છે, એટલા માટે આ ડીલને રદ્દ કરવામાં આવે. હવે આગામી અઠવાડિયે કોર્ટ આના પર સુનાવણી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ ડીલને લઇને સતત વડાપ્રધા અને રક્ષામંત્રીને લઇને નિશાન બનાવી રહી છે. લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન રાહુલે પીએમ અને રક્ષામંત્રી પર રાફેલ પર દેશને જુઠ્ઠુ બોલવાનો આરોપ લગાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY