બિહારમાં ગુનેગારોના મનમાં કાયદાનો ડર રહ્યો નથી : ઉપેન્દ્ર કુશવાહ

0
30

પટણા,તા.૫
આગામી લોકસભા ચૂંટણી પહેલા બિહારની ચાલીસ લોકસભા બેઠકોની ટિકિટ વહેંચણી મામલે એનડીએના ઘટકદળોમાં દબાણની રાજનીતિ વધુ તીવ્ર બની રહી છે. એનડીએમાં સામેલ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી ખુશ નહીં હોવાના સંકેતો મળી રહ્યા છે. આરએલએસપીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ ફરી એકવાર બિહારમાં એનડીએ સરકારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની સરકારને નિશાને લીધી છે. કેન્દ્રીય રાજ્ય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહે મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર આડકતરું નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે બિહારમાં ગુનેગારોના મનમાં કાયદાનો ડર રહ્યો નથી.
વૈશાલી જિલ્લાના મુખ્યમથક હાજીપુરમાં આરએલએસપીના એક કાર્યકર્તાની હત્યા બાદ પીડિતના શોકાતુર પરિવારને મળ્યા બાદ કુશવાહાએ મુખ્યપ્રધાન નીતિશ કુમારને નિશાને લીધા હતા. તેમણે કહ્યું હતુ કે હત્યાઓ થઈ રહી છે. મુખ્યપ્રધાને ખુદ આવી ઘટનાઓને ધ્યાન પર લેવી જાઈએ અને પોતાના અધિકારીઓ સાથે અવ્યવસ્થાને લઈને ચર્ચા કરવી જાઈએ. તેની સાથે જ ઉપેન્દ્ર કુશવાહે કહ્યું હતુ કે નીતિશ કુમારે પોતાની ચોથી ટર્મ માટેનો દાવો કરવો જાઈએ નહીં.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં રાજકીય ખીર બનાવવાની ફોર્મ્યુલા આપતા કુશવાહે યદુવંશીઓ અને કુશવંશીઓના રાજકીય ગઠબંધન હેઠળ આરજેડી અને આરએલએસપીના નજીક આવવાના સંકેત આપ્યા હતા. જા કે ભાજપના વરિષ્ઠ નેતા અને બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે જ્યારથી નીતિશ કુમારે આરજેડી સાથેના મહાગઠબંધનથી છેડો ફાડયો છે. ત્યારથી બિહારમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારણા થઈ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY