રાફેલ મુદ્દે શરદ પવારે મોદીને કિલન ચીટ નથી આપી : એનસીપી પ્રવક્તા

0
5

ન્યુ દિલ્હી,તા.૨૮
રાફેલ ડીલ મામલે NCP એ સ્પષ્ટતા કરતા કહ્યુ કે, પાર્ટી અધ્યક્ષ શરદ પવારે રાફેલ મુદ્દે પીએમ મોદીને કોઈ પણ પ્રકારની કિલન ચીટ આપી નથી. પાર્ટી તરફથી આ નિવેદન એ સમયે સામે આવ્યું છે કે, જ્યારે શરદ પવારે ટિપ્પણી કરી છે કે, લોકોને રાફેલ ડીલમાં પીએમ મોદીની મંશા પર કોઈ શંકા નથી.
NCP પ્રવક્તા નવાબ મલિકે માગ કરી કે, કેન્દ્ર સરકાર રાફેલ ડીલની કિંમત પર ખુલાસો કરે અને આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા ફેરતપાસ કરવામાં આવે. શરદ પવારે કહ્યુ હતું કે, રાફેલ સંબંધિત ટેકનોલોજી માહિતી રજૂ કરવાની વિપક્ષની માગમાં કોઈ તર્ક નથી. રાફેલ ડીલની કિંમતનો ખુલાસો કરવામાં કોઈ નુકસાન નથી.
આ મામલે મલિકે કહ્યુ કે, પવારના નિવેદનને લઇને મીડિયામાં આવેલ સમાચાર ભ્રમ ફેલાવનાર અને ગેરમાર્ગે દોરે છે. આ પહેલા એક સમાચાર આવ્યા હતા કે, પૂર્વ રક્ષામંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે રાફેલ ડીલ મામલે મોદી સરકારને ક્લીન ચીટ આપતા કહ્યુ કે, લોકોને સ્ની ઇમાનદારી પર કોઇ શક નથી.
તો આ તરફ એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યુ આપતા પવારે કહ્યુ કે, મને લાગે છે કે, લોકોએ માદી સરકારની ઇમાનદારી પર શંકા ના કરવી જાઇએ. રાફેલ વિમાનના ટેકનીકલ મુદ્દા પર ચર્ચા કરવાની વિપક્ષની માગ યોગ્ય નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY