મીડિયા કારોબારી રાઘવ બહલના નિવાસસ્થાન અને કાર્યાલય પર આઈટીના દરોડા

0
7

ન્યુ દિલ્હી,તા.૧૧
મીડિયા કારોબારી રાઘવ બહલના નિવાસસ્થાન અને કાર્યાલય પર ગુરુવારે સવારે ઈન્કમટેક્સ વિભાગની ટુકડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાઘવ બહલે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે તેઓ હાલ મુંબઈમાં છે. તેમણે એડિટર્સ ગિલ્ડને લખેલા પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે તેઓ ગિલ્ડને આ ચિંતાજનક સ્થિતિ સંદર્ભે જણાવવા માગે છે કે તેમના નિવાસસ્થાન અને ધ કિવન્ટના કાર્યાલયમાં ઈન્કમટેક્સ વિભાગના ડઝનબંધ અધિકારીઓ સર્વે માટે દાખલ થયા છે.
રાઘવ બહલે તેમની સંસ્થા નિયમાનુસાર ટેક્સ ભરે છે. તેઓ તમામ યોગ્ય નાણાંકીય દસ્તાવેજાને તપાસ માટે રજૂ કરશે. રાઘવ બહલે કÌš છે કે તેમણે પોતાના ઘરમાં આવેલા ઈન્કમટેક્સ અધિકારીઓને સ્પષ્ટપણે કડક શબ્દોમાં કહ્યું છે કે તેઓ તેમના નિવાસસ્થાનમાં પત્રકારત્વ સાથે જાડાયેલા કોઈપણ દસ્તાવેજ લેવાની અથવા આવા કોઈપણ ઈમેલને જાવાની કોશિશ કરે નહીં.
રાઘવ બહલે કહ્યું છે કે જા આમ કરવામાં આવશે. તો આની સામે જરૂરી પગલા ઉઠાવવામાં આવશે. બહલે આશા વ્યક્ત કરી છે કે આ મામલામાં એડિટર્સ ગિલ્ડ તેમનો સાથ આપશે અને તેનાથી ભવિષ્યમાં કોઈપણ મીડિયા સંસ્થા વિરુદ્ધ આવી કાર્યવાહી વિરુદ્ધ એકતા દર્શાવવાનું ઉદાહરણ રજૂ કરી શકાશે. તપાસ કરનારા અધિકારીઓનું કહેવું છે કે સંબંધિત તપાસ ટેક્સ નિયમોનું પાલન નહીં કરવાના સંદર્ભે થઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે અન્ય ઘણાં કારોબારીઓની પણ તપાસ થઈ રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY