મોદી સરકારની યોજનાઓ પણ એનપીએ વધારી શકે છે : રઘુરામ રાજનની ચેતવણી

0
10

ન્યુ દિલ્હી,તા.૧૨
રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનના પત્રે રાજકીય મોરચે હલચલ મચાવી છે. એનપીએ માટે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન બેંકોએ આપેલી આડેધડ લોન જવાબદાર હોવાનો ઘટસ્ફોટ કરનાર રઘુરામ રાજને મોદી સરકારની યોજનાઓ સામે પણ લાલબત્તી ધરી છે.
એનપીએ અંગે સંસદની વિશેષ સમિતિને પત્ર લખીને વિસ્તૃત રીતે સ્પષ્ટીકરણ આપનાર રાજને કહ્યું છે કે મોદી સરકારે શરુ કરેલી મુદ્રા લોન, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ પણ બેંકોની એનપીએ વધારી શકે છે.
રાજને કહ્યું છે કે સરકારે ભવિષ્યમાં નાણાકીય સંકટ ઉભુ કરી શકે તેવા પાસાઓ પર પણ વિચાર કરવો જાઈએ.ખાસ કરીને સરકારે બહુ મહત્વાકાંક્ષી લોન પ્રોજેક્ટસ અને દેવા માફીથી બચવુ જાઈએ. મુદ્રા લોન અને ક્રેડિટ કાર્ડ લોકપ્રિય તો છે પણ તેનાથી દેવુ વધવાનુ જાખમ પણ છે.જેને ધ્યાનમાં રાખવુ પડશે. સેબી દ્વારા લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો માટેની ક્રેડિટ ગેરંટી સ્કીમમાં પણ દેવુ વધી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY