ન્યુ દિલ્હી,તા.૮
હાલમાં માનસરોવરની યાત્રાએ ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત પાછા ફરીને વિધાનસભા ચૂંટણીઓના પ્રચારમાં વ્યસ્ત થશે.
જાકે એ દરમિયાનમાં રાહુલ ગાંધી બે દિવસ માટે ખાડીના દેશોનો પ્રવાસ કરશે.જેના કેન્દ્ર સ્થાને દુબઈ રહેશે. નરેન્દ્ર મોદીની જેમ રાહુલ ગાંધી પણ આ પ્રવાસ દરમિયાન ભારતીય મૂળના લોકોને સ્ટેડિયમમાં સંબોધિત કરશે. આ માટે ૫૦૦૦૦ લોકો બેસી શકે તેવા સ્ટેડિયમની શોધ ચાલી રહી છે. આ માટે શારજાહ સ્ટેડિયમના વિકલ્પનો પણ વિચાર કરાઈ રહ્યો છે.
દુબઈમાં ભારતીય મૂળના લગભગ ૩૪ લાખ લોકો રહે છે. જેમના પરિવારો અને સગા સબંધીઓ ભારતમાં છે. મોદીની જેમ રાહુલ બીન નિવાસી ભારતીયોને રિઝવવાની કોશીશ કરશે.
આ પહેલા રાહુલ જર્મની અને ઈંગલેન્ડમાં નાના પાયે સંવાદ કરી ચુક્્યા છે. રાહુલ ગાંધીનો દુબઈ પ્રવાસ ઓકટોબરમાં યોજાય તેવી શક્્યતાઓ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



