યોગી આદિત્યનાથે અખિલેશ યાદવાની તુલના મોગલ શાસક ઔરંગઝેબ સાથે કરી!!

0
24

લખનૌ,તા.૮
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે જારદાર પ્રહાર કર્યા હતા. યોગી આદિત્યનાથે અખિલેશની સરખામણી મોગલ શાસક ઔરંગઝેબ સાથે કરી હતી અને કહ્યું હતું કે, તેમના કારણે રાજ્યના લોકો હજુ પરેશાન થયેલા છે. લખનૌમાં પાર્ટીના પછાત વર્ગ મોરચા સંમેલન દરમિયાન યોગીએ આ મુજબની વાત કરી હતી. આ સંમેલનમાં પ્રદેશભરમાં નિશાદ, કશ્યપ અને અન્ય સમુદાયના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જે વ્યક્તિ પોતાના પિતા અને કાકાના થયા નથી તે સામાન્ય લોકોની સાથે કઇ રીતે આવી શકે છે. સામાન્ય લોકોને જાડવાની વાત બિલકુલ યોગ્ય દેખાતી નથી.
ઇતિહાસમાં એક પાત્ર આવે છે. આ પાત્ર પોતાના પિતાને પણ જેલમાં પુરી દીધા હતા. આજ કારણસર કોઇ મુસ્લિમ પોતાના પુત્રનું નામ ઔરંગઝેબ રાખતા નથી. સમાજવાદી પાર્ટીની સાથે પણ આવું જ થઇ રહ્યું છે. ફતેપુરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ પણ અખિલેશ યાદવને ઔરંગઝેબ તરીકે ગણાવી ચુક્્યા છે. તેમણે કહ્યું છે કે, અખિલેશ યાદવે મોગલ કાળને પણ પાછળ છોડી દીધા છે. યાદવ પરિવારમાં જા કોઇ ખેંચતાણ છે તો અખિલેશ યાદવ ઔરંગઝેબની ભૂમિકામાં આવી ગયા છે. ૨૦૧૯ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને ભાજપ ઉપર સપા અધ્યક્ષ અખિલેશ યાદવે હાલમાં તમામ પ્રહારો કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY