ત્રીસ હજાર કરોડ ખર્ચ્યા છતાં એક પણ સ્માર્ટ સિટી તૈયાર નથી,હજુ ત્રણ વર્ષ લાગશે

0
24

ન્યુ દિલ્હી,તા.૨૭
બનારસના ટોક્યો અને દેશના ૧૦૦ શહેરોના સ્માર્ટ સિટી તરીકે તૈયાર કરવાની મહત્વકાંક્ષી યોજના પર સરકારે લગભગ ૩૦૦૦૦ કરોડ ખર્ચ, પરંતુ હજુ સુધી ૩ વર્ષ પછી મોદી સરકારીની પહેલી સ્માર્ટ સિટી તૈયાર થશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વર્ષના અંત સુધીમાં ૨૦૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ગયો છે. સરકારનો દાવો છે કે, પહેલી સ્માર્ટસિટી ૨૦૨૧ સુધી બનીને તૈયાર થઇ જશે.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન સરકારની સ્માર્ટ સિટી યોજના પર જવાબ આપતી વખતે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, ”મોદી સરકારના ૧૦૦ સ્માર્ટ સિટી પ્લાન પર ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે.”
સરકારના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટનો પહેલો તબક્કો જાન્યુઆરી ૨૦૧૬માં શરૂ થયો હતો. આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૩૭ ટકા રકમ ખર્ચ કરી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત દરેક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર રૂ. ૫૦૦ કરોડ આપવાની છે. જ્યારે બાકીના પૈસા રાજ્ય સરકાર અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ દ્વારા ખર્ચ કરવામાં આવશે.
સરકારે જણાવ્યુ કે, ”જનભાગીદારી અંતર્ગત સ્માર્ટ સિટીના ૨૫ લાખ નાગરિકો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૯૦ ટકા બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ છે. એટલે કે તે શહેર છે અને પહેલેથી જ સારી સ્થિતિમાં છે પરંતુ તેના રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. જ્યારે બાકીના ૧૦% ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આમ કુલ સરકારની સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે પેન્સિલ આર્ટ રૂ. ૨,૦૫,૮૦૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે.”
આ વાત પર રાજ્યસભામાં નેતા વિપક્ષ ગુલામ નબી આઝાદે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે,સ્ટેન્ડિંગ સ્મિટી અનુસાર, સ્માર્ટ સિટીમાં માત્ર ૭% બજેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહી સ્ટેન્ડિંગ કમિટી ખાસ કરીને આ વાતને લઇને પરેશાન છે કે આ પ્રોજેક્ટમાં માત્ર ડ્રાઇંગ બોર્ડમાં છુપાઇને ન રહી જાય.
જેના વિશે સરકારે જવાબ આપતા કહ્યું કે, સ્ટેન્ડિંગ કમિટી યુટિલાઈઝેશન સર્ટિફિકેટના આંકડાઓને આધાર માની રહી છે, જે જૂના છે. જાકે સરકારનું માનવું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વચ્ચે તાલમેલ બનાવવામાં ઘડી અડચણો આવી રહી છે. ઘણી વાર કેન્દ્રમાંથી ફંડ રિલીઝ થઈ જાય છે તેમ છતાં તે મૂળ પ્રોજેક્ટ સુધી પહોંચી શકતા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY